- સ્ક્વેર ફિટે રૂ. 20 હજારથી 25 હજારનો ભાવ બોલાયો
- રીયલ એસ્ટેટના અનેક દલાલો સક્રિય થયા
- SDBની ઓફિસનું લે વેચનું માર્કિટિંગ શરૂ કર્યું
હજી તો વિશ્વની સૌથી મોટી ઓફિસના ઉદ્ધાટનનું અઠવાડિયું જ માંડ થયું છે ત્યાં તો સુરત ડાયમંડ બુર્સ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. જેમાં હવે સુરત ડાયમંડ બુર્સની 150 થી વધુ લોકોએ ઓફિસ વેચવા કાઢી છે. જેના કારણે રીયલ એસ્ટેટના અનેક દલાલો સક્રિય થયા છે.
થોડાં દિવસ પહેલાં જ સુરત ડાયમંડ બુર્સની ઓફિસોની શરૂઆત કરવામાં આવી હતી. જેના સાથે જ ડાયમંડના વેપારની શરૂઆત કરવામાં આવી હતી. આ પછી તેનું તાજેતરમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ત્યા હવે ઇન્વેસ્ટરો SDBની ઓફિસ વેચવા નીકળ્યા હોવાની વિગતો સામે આવી છે.
જેમાં 150થી વધુ ફર્સ્ટ ઓનરે ઓફિસ વેચવા કાઢી છે. તેમજ ઓનર દ્વારા લેવામાં આવેલી ઓફિસોને હવે રૂ. 20 હજારથી 25 હજારનો ભાવ બોલાયો છે. આ સાથે જ રીયલ એસ્ટેટના અનેક દલાલો સક્રિય થયા છે. જેની સાથે જ SDBની ઓફિસનું લે વેચનું માર્કિટિંગ શરૂ કર્યું છે. ઇન્વેસ્ટરો SDBની ઓફિસ વેચવા નીકળ્યા


