શનિવારે કચ્છના અખાતમા માલવાહક શીપ ઉપર ડ્રોન એટેકના ર૪ કલાકમાં જ યમન પાસે માલવાહક શીપ ઉપર બીજો ડ્રોન હુમલો અત્યાર સુધીમાં હુથી વિદ્રોહીઓએ ૧૧ માલવાહક શીપ ઉપર હુમલા કર્યા છે

ભારતની દરિયાઇ સીમાની નજીક વેરાવળથી 3૭૮ કિલોમીટર દૂર અરબી સમુદ્રમાંસાઉદી અરેબિયાથી ક્રુડ ઓઇલ લઇને આવી રહેલા એક ઓલઇ કન્ટેનર શીપ ઉપર ડ્રોન હુમલો થયો હતો. ડ્રોન હુમલાના કારણે શિપના ડેક ઉપર વિસ્ફોટ થવાથી ખળભળાટ મચી ગયો છે. આ લખાય છે ત્યારે મળતાં અહેવાલ મુજબ વધુ એક માલવાહક શીપ ઉપર હુથી વિદ્રોહીઓને યમન પાસે હુમલો કર્યો છે. આમ ર૪ કલાકમાં બે માલવાહક જહાજ ઉપર હુમલા થયા છે. આ અંગે વધુ વિગત મેળવી રહયા છીએ. શનિવારે કચ્છના અખાતમાં થયેલા મૂળ લાઇબેરીયાના ફલેગથી નોંધાયેલ આ શીપના ર૦ ક્રુ મેમ્બર ભારતિય છે. આ ઘટનાના ગંભીર સૂચિતાર્થ છે. કચ્છનો અખાત હજુ ભારતિય જળસુરક્ષા માટે અભેદ નથી. ભારતિય આંતરરાષ્ટ્રિય જળસિમાએ અરબી સમુદ્રમાં આવી વેરાવળથી માત્ર 3૭૮ કિલોમીટર દૂર જહાજ,ઉપર કોણ ડ્રોન હૂમલો કરી ગયો તેની ખબર નથી પડી. ર૬-૧૧ની ઘટનામાં પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદીઓએ પણ આ જ રૂટ પકડયો હોવાનું કહેવાય છે. સમાચાર એજન્સી એ.એફ.પી.એ આ ઘટના રિલિઝ કરી. પરંતુ ભારત સરકાર તરફથી ભારત તરફથી ચુપકીદી સેવવામાં આવી છે. જે લોકોને આંતરરાષ્ટ્રિય ઘટનામાં રસ હોય તેમને માટે કહેવાનું કે આ ઘટન ઇઝરાયલ-હમાસ યુધ્ધનો ઓછાયો હોવાની પુરેપુરી શકયતા છે. હુથી વિદ્રોહીઓએ આ આતંકી હુમલો કર્યો હોવાની શકયતા છે. જે ભારતિય આંતરરાષ્ટ્રિય જળસિમામાં માલવાહક જહાજ પ્લુટો ઉપર હુમલો થયો છે. તેમાં ર૦ ભારતિય ક્રુ પણ હતાં. મતલબ કે ભારત માટે પણ એક પડકાર છે. ઇઝરાયલના એક નાગરિક ઉપર હુમલો થાય તો તેનો ઇઝરાયલ જવાબ આપે છે. ભારત હવે આ મામલે કેવુ વલણ લ્યે છે તે જોવુ રહયુ. પરંતુ આ હુમલો અચાનક થયો હોય એવુ ઘણાને લાગશે. શા માટે થયો ? તે સમજવુ જરૂરી છે. આ મામલે થોડી આંતરરાષ્ટ્રિય ઘટનાની સફર કરીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુધ્ધ કારણભુત છે. અમેરિકાના ટેકાથી ચાલતું આ યુધ્ધ અટકાવવા આંતરરાષ્ટ્રિય સમુદાય દબાણ કરી રહયુ છે. અમેરિકાના મિત્ર દેશ બ્રિટન અને ફ્રાંસ પણ હવે આ યુધ્ધ અટકાવવા જાહેરમાં માગણી કરે છે. તેમાં કોઇ દયા ભાવ નથી. પરંતુ મજબુરી છે. કારણ કે વિશ્વનો ર૦ ટકા વ્યાપાર સુએઝ કેનાલ મારફતે થાય છે. જે લાલ સમુદ્ર અથવા રેડ સીથી જાણીતો છે એ સમુદ્રથી જાય છે.

જેના ઉપર ઇજીપ્ત ,યમન સહિતના દેશોનું આધિપત્ય છે. યમનમાં વળી બે સરકાર છે. એક યુનોએ જેને માન્યતા આપી છે એ સરકાર. અને બીજી હુથી વિદ્રોહીની સમાંતર સરકાર જેને માન્યતા નથી. પરંતુ સુએઝ કેનાલ અને
આ તેના આસપાસના સમુદ્ર ઉપર તેનું પ્રભુત્વ છે. હુથી વિદ્રોહીઓ ઇઝરાયલની વિરૂધ્ધ છે. તેમણે ગત 3૧ ઓકટોબરે ઇઝરાયલ ઉપર મિસાઇલ પણ દાગી હતી.આ યુધ્ધનો અંત આણવાની માગણી સાથે તેમણે વિશ્વ સમુદાય ઉપર દબાણ ઉભુ કરવા સુએઝ કેનાલનો લભગભ કબજો જ લઇ લીધો છે. તેની આસપાસથી પસરા થતાંમાલવાહક શીપ ઉપર હુમલો કરવો,તેના ક્રુ મેમ્બરનું અપહરણ કરવુ કે તેની હત્યા કરવાની હદ સુધી હુથી વિદ્રોહિઓ જાય છે. યુધ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીમા દસ જહાજ ઉપર હુથી વિદ્રોહીઓ હુમલો કરી ચુકયા છે. અસંખ્ય જહાજો બચી ગયા છે. આ કારણે બ્રિટિશ સહિત વિશ્વની ટોચની શીપીંગ કંપનોઓએ સુએઝ કેનાલના રસ્તે જવાનો બહિષ્કાર કરી દીધો છે. અન્ય રસ્તે ટ્રન્સપોર્ટેશન ખર્ચ લગભગ બમણો હોવાથી એ પરવડે એવુ પણ નથી. આ કારણે અમેરિકાએ દસ દેશોની સંયુકત નૌ સેના બનાવી આ રસ્તેથી પસાર થતા માલ પરિવહનના જહાજોને સુરક્ષા આપવા પ્રયાસ કર્યો છે. પરંતુ તેમાં વધુ સફળતા મળી નથી. હવે ભારતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો ગઇ શનિવારે કચ્છના અખાતમાં પ્લુટો શીપ ઉપર અજાણ્યા ડ્રોન ઉપર થયેલો હુમલો પાકિસ્તાને ન કરાવ્યો હોય તો તે હુથી વિદ્રોહિનું કામ જ હશે. કારણ કે ભારતને વિશ્વ સમુદાય ઇઝરાયલનું દોસ્ત માને છે. હુથી વિદ્રોહિઓ અને હમાસ સહિતના સંગઠનોએ ભારતને ગર્ભીત સંદેશો મોકલ્યો હોય કે તમે તમારુ સ્ટેન્ડ નકકી કરી લો. અન્યથા પરિણામ ભોગવવાની તૈયારી રાખો. હમાસ-ઇઝરાયલ યુધ્ધ અંગે ભીતરની ઘણી વાત છે. જે આ વિષયમાં રસ
ધરાવતાં અગ્ર ગુજરાતના વાંચકો સમક્ષ ઝડપથી લાવીશુ.


