- નીલ નંદાનું માત્ર 32 વર્ષની ઉંમરમાં દુ:ખદ નિધન
- ‘જીમી કિમેલ લાઈવ’ અને ‘કોમેડી સેન્ટ્રલ’ માટે નીલ હતો ફેમસ
- થોડા દિવસો પહેલા જ નીલ નંદાએ 32મો જન્મદિવસ ઉજવ્યો
ભારતીય મૂળના સ્ટેન્ડઅપ કોમેડિયન નીલ નંદાનું માત્ર 32 વર્ષની ઉંમરમાં દુ:ખદ નિધન થયાના સમાચાર સામે આવી રહ્યા છે. નીલ નંદાના મેનેજર ગ્રેગ વીસે આ અંગે માહિતી આપી હતી. નીલ ‘જીમી કિમેલ લાઈવ’ અને ‘કોમેડી સેન્ટ્રલ’ માટે ફેમસ હતો. સ્ટેન્ડઅપ કોમેડિયનના મૃત્યુનું કારણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
નીલને નાનપણથી જ કોમેડીનો શોખ હતો
નીલ નંદા લોસ એન્જેલસમાં રહેતો હતો. તેમને નાનપણથી જ કોમેડીનો શોખ હતો અને જ્યારે તે મોટો થયો ત્યારે તેમણે કોમેડીને પોતાનો વ્યવસાય બનાવી લીધો. નીલના મેનેજર ગ્રેગ વીસે કહ્યું કે, તેઓ આ જાહેરાત કરતા ખૂબ જ દુ:ખી છે કે, 11 વર્ષથી તેમના ક્લાયંટ નીલ નંદાનું અવસાન થયું છે. ગ્રેગે તેમને એક મહાન કોમેડિયન અને અદ્ભુત વ્યક્તિ તરીકે પણ વર્ણવ્યા હતા.
થોડા દિવસો પહેલા જ 32મો જન્મદિવસ ઉજવ્યો
થોડા દિવસો પહેલા જ નીલ નંદાએ તેમનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો અને જ્યારે તેમના જન્મદિવસના થોડા દિવસો બાદ તેમના નિધનના સમાચાર આવ્યા ત્યારે તેમના ચાહકો માટે તે ખરેખર એક મોટો આઘાત હતો.
કોમેડિયનના ચાહકોનો શોક વ્યક્ત કરી રહેલા
નંદાના મેનેજરે રવિવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘તે એક અદ્ભુત હાસ્ય કલાકાર અને મહાન માનવી હતા. આખી દુનિયા તેની સામે હતી. નીલ નંદાનું આકસ્મિક અવસાન તેમના પ્રિયજનો માટે મોટો આંચકો સમાન છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને પરિચિતો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.


