- સ્મિમેર હોસ્પિટલમાં કર્યો આપઘાતનો પ્રયાસ
- પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીએ પરીક્ષાની ચિંતામાં પગલું ભર્યું
- પેરાસીટામોલની 20 જેટલી ગોળી ગળી લીધી
સુરતમાં મેડિકલની વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં સ્મિમેર હોસ્પિટલમાં આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીએ પરીક્ષાની ચિંતામાં પગલું ભર્યું છે. તેમાં પેરાસીટામોલની 20 જેટલી ગોળી ગળી લીધી હતી. જેમાં વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જહાંગીરપુરા વિસ્તારમાં તબીબી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો
અગાઉ જહાંગીરપુરા વિસ્તારમાં તબીબી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. જાનવી પટેલ નામની વિદ્યાર્થિનીએ ગેમ ઓવર લખેલી ટી-શર્ટ પહેરી ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પરીક્ષામાં ATKT આવતા માનસિક તણાવમાં આપઘાતનું પગલું ભર્યું હોવાની પોલીસને આશંકા હતી. કિમની કોલેજમાં BHMSના ત્રીજા વર્ષમાં મૃતક વિદ્યાર્થિની અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.

તબીબી વિદ્યાર્થિનીએ ઘરમાં ગળે ફાંસો ખાધો
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી BHMSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બપોરના સમયે જ્યારે ઘરમાં કોઇ હતુ નહીં ત્યારે આ વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. પરિવાર ઘટનાની જાણ થતા જ વિદ્યાર્થિનીને નજીકના હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ જ તેનું મોત થઇ ગયુ હતુ. ત્યારે હવે વિદ્યાર્થિનીના મોત બાદ માત્ર તેના પરિવાર જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાં પણ શોક ફેલાઇ ગયો હતો.


