- મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર આતંકી ગતિવિધિઓનું સમર્થન કરે છે
- જૂથના સભ્યો અલગાવવાદી ગતિવિધિઓમાં સામેલ છે
- લોકોને જમ્મુ કાશ્મીરમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે
કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ ગ્રુપ) પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે. અમિત શાહે લખ્યું છે કે દેશવિરોધી પ્રવૃત્તિઓને લઈને મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ ગ્રુપ) પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે UAPA હેઠળ આ ગ્રુપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ગૃહમંત્રી અમિત શહેર કર્યું ટ્વિટ
અમિત શાહે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું છે કે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ ગ્રુપ)ને UAPA હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવે છે. આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી અને અલગાવવાદી ગતિવિધિઓમાં સામેલ છે અને આતંકી ગતિવિધિઓનું સમર્થન કરે છે અને લોકોને જમ્મુ કાશ્મીરમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનો સંદેશ સ્પષ્ટ છે કે જે કોઈ ભારતની એકતા અખંડિતતા અને સંપ્રભુતા વિરુદ્ધ કામ કરશે તેને કોઈપણ ભોગે માફ નહિ કરવામાં આવે.
શું છે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર ગ્રુપ?
મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ ગ્રુપ)ની અધ્યક્ષતા મસરત આલમ ભટ કરે છે. આ સંગઠન પોતાની દેશવિરોધી અને પાકિસ્તાન સમર્થિત પ્રચાર માટે જાણીતું છે. આ સંગઠન જમ્મુ અને કાશ્મીરને ભારતથી સ્વતંત્ર કરવા માંગે છે જેથી જમ્મુ કાશ્મીરનો પાકિસ્તાનમાં વિલય થઈ શકે અને જમ્મુ કાશ્મીરમાં ઈસ્લામિક શાસન સ્થાપિત થઈ શકે.


