- સુરતના સચિન GDIC વિસ્તારમાં યુવકનું મોત
- ભાવનગરના યુવા ધારાશાસ્ત્રીનું હાર્ટ એટેકથી મોત
- રાજ્યમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં વધારો થયો
સુરત અને ભાવનગરમાં હાર્ટ એટેકથી બે લોકોના મોત થયા છે. જેમાં સુરતના સચિન GDIC વિસ્તારમાં યુવકનું મોત થયુ છે. યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. તેમાં રાત્રે અચાનક અવાજ કર્યા બાદ યુવક ઉઠ્યો નહીં. મૃતક યુવકને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી. મૃતક જ્વેલરીમાં કારીગર તરીકે કામ કરતો હતો. જેમાં પોસ્ટમોર્ટમ બાદ સાચુ કારણ સામે આવશે.
ભાવનગરના યુવા ધારાશાસ્ત્રીનું હાર્ટ એટેકથી મોત
સચિન GDIC વિસ્તારમાં 32 વર્ષના યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. તેમજ ભાવનગરના યુવા ધારાશાસ્ત્રીનું હાર્ટ એટેકથી મોત થયુ છે. ધારાશાસ્ત્રી મૃદંગરાજસિંહ ચુડાસમાનું હાર્ટ એટેકથી મોત થયુ છે. સિવિલ, ક્રિમિનલ અને રેવેન્યુ ક્ષેત્રના માહેર એડવોકેટનું હાર્ટ એટેકથી અવસાન થતાં ભારે ગમગીની છવાઇ છે. આજ કોર્ટ સંકુલમાં ત્રણેય વકીલ મંડળ દ્વારા સંયુક્ત શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
હાર્ટ એટેકની સ્થિતિને ‘મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન’ કહેવામાં આવે છે
હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને ‘મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન’ કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે.


