- વિદેશ લઈ જવાનું કહી 71 લાખ રુપિયા પડાવ્યા
- યુવકે યુવતીનો વિશ્વાસ કેળવી પ્રેમ જાળમાં ફસાવી
- પ્રેમજાળમાં ફસાવી અંગત ફોટા વાયરલ કરવાની આપી ધમકી
વિદેશ લઈ જવાની લાલચે વધુ એક છેતરપિંડી થઇ છે. જેમાં વિદેશ લઈ જવાનું કહી રૂપિયા 71 લાખ પડાવ્યા છે. તથા યુવકે યુવતીનો વિશ્વાસ કેળવી પ્રેમ જાળમાં ફસાવી હતી. પ્રેમજાળમાં ફસાવી અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.
યુવકે લગ્નના પેપર પર સહી કરાવ્યા બાદ હક્ક પણ ભોગવ્યા
યુવકે લગ્નના પેપર પર સહી કરાવ્યા બાદ હક્ક પણ ભોગવ્યા હતા. ત્યારે માણસા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિદેશ લઈ જવાનુ કહી રૂપિયા પડાવ્યા હતા. યુવતી સાથે સંપર્ક બાદ યુવકે અંગત પળોના ફોટો વાયરલ કરવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે. યુવતી સાથે વિશ્વાસ કેળવી પ્રેમ જાળમાં ફસાવી અને પૈસા પડાવ્યા હતા. તાજેતરમાં અમદાવાદની બાપુનગર પોલીસે ત્રણ ગઠિયાની ધરપકડ કરી હતી. જેને લંડનમાં યુનિવર્સિટી વેસ્ટ ઓફ લંડનમાં એડમિશન આપવાનું કહીને લખોની છેતરપિંડી આચરી હતી.
11 લાખ 50 હજાર આરોપીઓના ખાતામાં જમા કરાવ્યા
બાપુનગર પોલીસની ગિરફ્તમાં આવેલા આરોપીના નામ છે દર્શિત રૈયાણી, વર્જ માલવિયા અને દીપ પટેલ. બાપુનગર પોલીસે આ ત્રણની 11 લાખની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી. ફરીયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે પોતાના પુત્રને અભ્યાસ અર્થે વિદેશ એટલે કે લંડન મોકલવો હતો જેને લઇને દર્શિત રૈયાણી , વર્જ માલવિયા અને દીપ પટેલ સાથે સંપર્ક થયો હતો. જેમાં યુનિવર્સિટી વેસ્ટ ઓફ લંડનમાં કોમ્પ્યુટર એન્જિનીયરીંગના અભ્યાસ માટે એડમિશન કરાવી આપવાનું કહ્યું હતું. જે અભ્યાસની ફી રૂ.11 લાખ 50 હાજર ભરવાની હતી. જેથી ફરિયાદીએ પોતાના બેંક એકાઉન્ટમાંથી 11 લાખ 50 હજાર આરોપીઓના ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યાર બાદ આરોપીઓએ એક લેટર અને ફીની સ્લીપ સામે વોટ્સએપમાં મોકલી આપી હતી. અને છેતરપિંડી કરી હતી.


