- મહેબુબા મુફ્તી જમ્મુ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી હતા
- મહેબુબા મુફ્તીની કારને દક્ષિણ કાશ્મીર નડ્યો અકસ્માત
- સદનસીબે મહેબુબા મુફ્તી બચી ગયા
મહેબુબા મુફ્તી જમ્મુ કશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા છે. તેમણે પીડીપી એ 2003માં કોંગ્રેસ સાથે મળીને અને પછી 2015માં ભારતીય જનતા પાર્ટી સાથે મળીને સરકાર બનાવી હતી. ત્યારે સમાચાર આવી રહ્યાં છે કે, જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મેહબુબા મુફ્તીની કારનો અકસ્માત થયાો છે. ત્યારે મહેબુબા મુફ્તીની કારને અકસ્માત નડતાં તેમને કેટલી ઈજાઓ થઈ છે કે કોઈ જાનહાનિ થઈ છે તે જોવું રહ્યું.
કારમાં સવાર તમામ સુરક્ષિત
ઘટનાની વિગતો એવી છે કે, જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં મહેબૂબા મુફ્તીની કારને અકસ્માત થયો હતો. મહેબુબા મુફ્તીની કારને દક્ષિણ કશ્મીરના અનંતનાગ જિલ્લામાં ગુરુવારે અકસ્માત નડ્યો હતો જેમાં મહેબૂબા મુફ્તી સદનસીબે બચી ગયા છે. પીડીપી ચીફ મહેબુબા મુફ્તીની સ્કોર્પિયો ગાડીને ગુરુવારે અકસ્માત નડ્યો હતો. મહેબૂબા મુફ્તી જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જઈ રહ્યા હતા ત્યારે તેમને આ ગમખ્વાર અકસ્માત થયો હતો. સ્કોર્પિયો કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. તે દરમિયાન તેમની સાથે કારમાં સુરક્ષાકર્મીઓ પણ સવાર હતા પણ સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી અને તમામ સુરક્ષિત છે.
આગ પીડિતોને મળવા જતાં નડ્યો અકસ્માત
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહેબૂબા મુફ્તી શ્રીનગરથી અનંતનાગ જિલ્લા જવા રવાના થયા હતા. આ દરમિયાન અનંતનાગમાં સંગમ બિજબેહરા પાસે તેની કારને અકસ્માત નડ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુફ્તી આગ પીડિતોને મળવા અનંતનાગના ખાનબલ જઈ રહ્યા હતા. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મહેબૂબા મુફ્તીને અન્ય વાહનમાં મોકલવામાં આવ્યા હતા.
ઓમર અબ્દુલ્લાએ પ્રતિક્રિયા કરી
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ મહેબૂબા મુફ્તીના અકસ્માતના સમાચાર પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે તેઓ “સાંભળીને ખુશ છે” કે તે કોઈપણ ઇજા વિના બચી ગઈ છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું


