- તાઈવાનની જનતા મહિલા રાષ્ટ્રપતિ ત્સાઈ-ઈંગ-વેનના ઉત્તરાધિકારીની કરશે પસંદગી
- તાઈવાનમાં રાષ્ટ્રપતિનું પદ માત્ર ચાર વર્ષનું જ હોય છે
- ચીન અને તાઈવાન વચ્ચે વર્ષોથી સંઘર્ષ યથાવત્
તાઈવાનમાં આગામી રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કુલ એક કરોડ 90 લાખ લોકોએ આ મતદાનમાં હિસ્સો લીધો છે. જેમાં 10 લાખ મતદાતાઓ પ્રથમવાર મતદાન આપશે. આ મતદાન કુલ 18 હજાર મતદાન કેન્દ્રોમાં યોજાઈ રહ્યું છે.
ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે તાઈવાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી
ચીન સાથે સતત વધી રહેલા તણાવ વચ્ચે તાઈવાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે. સમગ્ર વિશ્વની નજર હાલમાં આ ચૂંટણી પર ટકેલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા આઠ વર્ષથી તાઈપેઈ માટે ચીનની ધમકીઓએ ચિંતા વધારી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 40 થી 49 વર્ષની વયના લગભગ ત્રણ લાખ 88 હજાર લોકોએ મતદાન કર્યું હતું. 50 થી 59 વર્ષની વયના લગભગ ત્રણ લાખ 53 હજાર લોકોએ મતદાન કર્યું હતું. આ વખતે 20 થી 29 વર્ષની વયના લગભગ બે લાખ 84 હજાર મતદારોએ મતદાન કર્યું હતું.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ત્રણ મુખ્ય ઉમેદવાર મેદાનમાં
તાઈવાનની જનતા દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ત્સાઈ-ઈંગ-વેનના ઉત્તરાધિકારીની પસંદગી કરે છે. મહત્ત્વનું છે કે ત્સાઈ-ઈંગ-વેકો વર્ષ-2016 અને 2020ની ચૂંટણી જીતીને રાષ્ટપતિ બની હતી. આ વખતે ચૂંટણીમાં ત્રણ મુખ્ય ઉમેદવાર છે. ડેમોક્રેટિક પ્રોગેસિવ પાર્ટી (ડીપીપી), કેએમટી અને તાઈવાન પિપલ્સ પાર્ટી (ટીપીપી)થી વેન જે છે. ચોથા ઉમેદવાર તરીકે એપલના પ્રમુખ સપ્લાયર ફોક્સકોનના સંસ્થાપક અબજપતિ ટેરી ગુએ રજિસ્ટ્રેશન કરાવ્યાની ડેડલાઈન પહેલા થોડા કલાક પહેલા નામ ખેંચી લીધું હતું.
ઉલ્લેખનીય છે કે, સૌથી પહેલા કેએમટી દ્વારા તાઈવાન પર લગાવેલા માર્શલ લૉના હેઠળ શાસન કરાયું હતું. વર્ષ-1996માં તાઈવાનમાં પ્રથમવાર રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઈ હતી. બાદમાં બે પક્ષ કેએમટી અને ડીપીપીના ઉમેદવારોની જ રાષ્ટ્રપતિ પર બોલબાલા રહીં છે. તાઈવાનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી ચાર વર્ષમાં એક જ વાર થતી હોય છે.


