- ચીનમાં કોલસાની ખાણમાં દુર્ઘટના સામાન્ય વાત
- ગુમ થયેલા કર્મચારીઓની શોધ અને રૅસ્કયૂના તમામ પ્રયાસ યથાવત્
- કોલસા અને ગૅસમાં વિસ્ફોટને લીધે દુર્ઘટના થઈ હોવાનો ખુલાસો
ચીનના હેનાન પ્રાંતમાં શુક્રવારે એક કોલસાની ખાણમાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 10 લોકોનાં મોત થયા હતા. જ્યારે છ લોકો ગુમ થયાનું સામે આવ્યું છે. ચીનના સરકારી પ્રવક્તાએ આ અંગેની માહિતી આપી હતી. આ દુર્ઘટના કોલસા અને ગૅસમાં વિસ્ફોટને લીધે થયાનું સામે આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે મધ્ય ચીનના હેનાન પ્રાંતમાં પિંગડિંગશના શહેરમાં આવેલી કોલસાની ખાણમાં બપોરના સમયે અચાનક દુર્ઘટના બની હતી. સ્થાનિક અધિકારીઓએ ગુમ થયેલા કર્મચારીઓની શોધ અને રૅસ્કયૂના તમામ પ્રયાસ હાથ ધર્યા છે. આ ભીષણ દુર્ઘટનાના કારણોની તપાસ માટે એખ સમિતિની રચના કરવામાં આવી છે.
જવાબદારો જેલના સળિયા પાછળ
રિપોર્ટ અનુસાર પ્રાથમિક તપાસથી એ જાણવા મળ્યું હતું કે આ ઘટના ગૅસ અને કોલસમાં વિસ્ફોટ થયો બાદમાં કોલસાની ખાણનું સંચાલન કરનાર લોકોને પોલીસે અટકાયતમાં લીધા હતા. હેનાનના ગવર્નર વાંગ કાઈ અને અન્ય અધિકારીઓ ઘટના પર નજર રાખી રહ્યા છે. સરકારી રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે વિસ્ફોટ સમયે 425 લોકો કોલસાની ખાણમાં કામ કરી રહ્યા હતા.
ચીનમાં છાશવારે આવી દુર્ઘટના બનતી હોય છે
રિપોર્ટ અનુસાર ઈમરજન્સી અને ફાયર વિભાગે ઘટનાસ્થળે એક ટીમને તૈનાત કરી છે. જે હજી કામમાં જોતરાયેલી છે. આમ છતાં કોલસાની ખાણમાં બનેલી દુર્ઘટના બાદ જે લોકો ગુમ થયા છે તેની કોઈ જાણકારી મળી નથી. ચીનમાં ખાણ દુર્ઘટના સામાન્ય છે. પરંતુ તાજેતરમાં આમાં મૃતકોની સંખ્યામાં ઘટાડો થયો છે. ચીન કોલસાનું સૌથી મોટું નિર્માતા અને ઉપયોગ કરનારો દેશ છે. વર્ષ-2022ના સત્તાવાર આંકડાઓથી જાણવા મળે છે કે ચીનમાં 168 ખાણ દુર્ઘટનાઓમાં 245 લોકોનાં મોત થયા છે.


