- પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે રાત્રે ચુકાદો આપી ઈમરાનની પાર્ટીના નિશાનને રદ્દ કર્યું
- ઈમરાન ખાન ક્રિકેટ બેટના નિશાન પર ચૂંટણી નહિ લડી શકે
- આગામી ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી અને સુપ્રીમે આપ્યો આંચકો
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે રાત્રે ચુકાદો આપતા પાકિસ્તાન તહેરિક-ઐ-ઈન્સાફના ઈંટર પાર્ટી ચૂંટણીને રદ જાહેર કરી દીધી છે. આ ઉપરાંત તેઓને પાર્ટીના ચૂંટણી ચિન્હ ક્રિકેટ બેટને પણ અમાન્ય જાહેર કરી દીધું છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ ઈમરાન ખાનની પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે.
પાકિસ્તાન ચૂંટણી પંચે પેશાવર હાઈકોર્ટની બે સભ્યોની ખંડપીઠના નિર્ણયને પડકાર્યો હતો. પીટીઆઈ પાર્ટીના ચૂંટણીને કાયદેસર કરતા બેટને તેના ચૂંટણી નિશાનના રૂપમાં બહાલ કરી દીધો હતો. જો કે આ મામલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ત્રણ સભ્યોની ખંડપીઠે અરજી પર સુનાવી કરી હતી. અને આ ચુકાદો શનિવાર રાત્રી સુધી અનામત રાખ્યો હતોય
પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના મુખ્ય જજની તરફથી અપાયેલા ચુકાદામાં કોર્ટે પીએચસીના નિર્ણયને રદ કરી દીધો હતો. તેઓએ ચૂંટણી કમિશનના નિર્ણયને બહાલી આપી હતી. ચૂંટણીપંચે તાજેતરમાં પીટીઆઈ પાર્ટીના ચૂંટણી માટે અમાન્ય ઠેરવી હતી. તેમજ ચૂંટણી નિશાન બેટને પણ અમાન્ય ઠેરવ્યું હતું.
પીટીઆઈના ચૂંટણી ચિન્હ અંગેનો વિવાદ 22 ડિસેમ્બરે શરૂ થયો હતો જ્યારે ECP એ 8 ફેબ્રુઆરીની ચૂંટણી માટે આંતર-પક્ષીય ચૂંટણીઓને નકારીને તેના ચૂંટણી ચિન્હની પાર્ટીને છીનવી લીધી હતી. આ પછી ઈમરાન ખાનની પાર્ટી પેશાવર હાઈકોર્ટમાં ગઈ હતી. પીએચસીએ 26 ડિસેમ્બરે વચગાળાના આદેશ દ્વારા ECPના નિર્ણયને ફગાવી દીધો હતો.
પીટીઆઈના અધ્યક્ષે નિરાશા જાહેર કરી
પીટીઆઈનું પારંપરિક પ્રતીક ક્રિકેટ બેટ છે. અને એવું માનવામાં આવે છે તેને પ્રતિષ્ઠિત પ્રતીકથી વંચિત કરવાથી તેના ઉમેદવારોની જુદાજુદા પ્રતીકો પર ચૂંટણી લડવી પડશે. જેનાથી ચૂંટણીના દિવસે અતરિયાળ વિસ્તારોમાં પાર્ટી સમર્થકોની વચ્ચે ભ્રમ પેદા થશે.


