- તાનાશાહ કિમ જોંગ ઉન પરમાણુ હુમલો કરવાની વેતરણમાં
- દક્ષિણ કોરિયાએ પણ મોક ડ્રીલ યોજી
- મિસાઈલ પરીક્ષણ બાદ વધુ જાણકારી અન્ય સંસ્થાઓને ન મળી
દક્ષિણ કોરિયાના દાવા પ્રમાણે ઉત્તર કોરિયાના ઉત્તર-પૂર્વ તટ પર એક બેલેસ્ટિક મિસાઈલ છોડવામાં આવી છે. દક્ષિણ કોરિયાના એક સૈન્ય અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે મિસાઈલ લોંચ કરવામાં આવી હતી પરંતુ મિસાઈલ અંગે વધુ માહિતી સામે નથી આવી શકી.
દેશની પરમાણુ હુમલાની ક્ષમતાઓ વધારવા કિમ જોંગ ઉનની પ્રતિબદ્ધતા વચ્ચે ઉત્તર કોરિયાએ રવિવારે એક શંકાસ્પદ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. નવા વર્ષે આ રીતે પ્રથમ મિસાઈલનું પ્રક્ષેપણ કરવામાં આવી હતી. જાપાનના તટરક્ષક અને દક્ષિણ કોરિયાના સંયુક્ત ચીફ ઑફ સ્ટાફે કહ્યું કે જાપાનના પૂર્વ તટથી દૂર ઉત્તર કોરિયા તરફથી એક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઈલ કેટલા અંતરે સુધી પહોંચી આ અંગે કોઈ જાણકારી સામે નથી આવી.
આ મિસાઈલ પરીક્ષણ ઉત્તર કોરિયા દ્વારા દક્ષિણ કોરિયાની સાથે દરિયાઈ સરહદ પાસે તોપખાનાના ગોળા ફેંક્યા પછીના થોડા દિવસ બાદ કરાયું છે. દક્ષિણ કોરિયાએ પણ બાદમાં આવો જ અભ્યાસ કર્યો હતો. ડિસેમ્બરના અંતમાં જ સત્તાધારી પાર્ટીના એક પ્રમુખ બેઠકમાં ઉત્તર કોરિયાના તાનાશાહે પરમાણુ હુમલો કરવાની ધમકી આપી હતી.
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉને પરમાણુ હથિયારોને લઈને ફરી એક મોટું નિવેદન આપ્યું હતું. કિમ જોંગે કહ્યું કે જો દુશ્મન દ્વારા ઉશ્કેરવામાં આવશે તો અમે પરમાણુ હુમલો કરતા ખચકાશે નહીં. ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સી KCNA અનુસાર, કિમે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જો દુશ્મન પરમાણુ હુમલાની ધમકી આપે છે અથવા ઉશ્કેરે છે, તો અમે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરતા અચકાઈશું નહીં. આ પછી ઉત્તર કોરિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ હવાંગ-18 લોન્ચ કરી. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉત્તર કોરિયાની આ અત્યાર સુધીની સૌથી શક્તિશાળી મિસાઈલ છે.


