- અમદાવાદ સ્થિત વલ્લભ કાકાડિયાની હોસ્પિટલમાં સારવાર મળશે
- એક્સ રે, સિટી સ્કેન સહિત વિવિધ સેવાઓની વિના મૂલ્યે સારવાર
- શહેરમાં 1000 મહિલાઓએ ડિલિવરી માટે ગાયનેક પાસે બુકિંગ કરાવ્યું
અયોધ્યા રામ મંદિરમાં રામલલાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે તો કેટલાક ગુજરાતના મોટાભાગના જુના – નવા બજારોએ પણ બજારો બંધ રાખવાની જાહેરાત કરી છે. આ ઐતિહાસિક દિવસે ઘણા બધા શહેરોમાં વિવિધ જાહેરાતો અને ઉત્સવોની ઊજવણી કરવામાં આવશે.
અમદાવાદમાં લ્લભ કાકડિયાની હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર
મળતી માહિતી મુજબ, અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીના દિવસે અમદાવાદના શહેરીજનોને વિના મૂલ્યે સારવાર મળી રહે તે માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ અમદાવાદના શહેરીજનો માટે મોટી જાહેરાત કરી છે. પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડિયાના અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં 22 જાન્યુઆરીએ જે મહિલાઓ ડિલિવરી માટે આવશે તેમની ડિલિવરી વિના મૂલ્યે કરી દેવામાં આવશે.
વિનામૂલ્યે વિવિદ સેવાઓનો લાભ મળશે
વધુમાં પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકાડિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી તેમની હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓને ફ્રીમાં ડિલીવરી કરી આપવામાં આવશે તે સિવાય અમારી હોસ્પિટલમાં આવનાર તમામ દર્દીઓને એક્સ-રે, સિટી સ્કેન, સોનોગ્રાફી સહિતની વિવિધ સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આપવામાં આવશે.
ગુજરાતમાં 1000 થી વધુ બાળકો જન્મ લેશે
આ સિવાય અમદાવાદમાં તેમજ દેશભરમાં ગર્ભવતી મહિલાઓ 22 જાન્યુઆરીએ શુભ મુર્હૂતમાં પોતાની ડિલિવરી કરાવવા માટે ડોક્ટરો પાસે તેમની એપોઈન્ટમેન્ટ નોંધાવી દીધી છે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ગુજરાતમાં જ 1000 થી વધુ બાળકો જન્મ લે તેવી રીતે ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરો પાસે સિઝેરિયન થકી ડિલિવરી કરાવવા માટે આગ્રહ રાખ્યો છે.
સમગ્ર દેશ બન્યો રામમયી
સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામના સ્વાગતની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન શ્રી રામના નામની ધૂન, ભજન-કીર્તન અને જય શ્રી રામના નારા સાથે સમગ્ર દેશમાં રેલીઓ નીકળી રહી છે. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી કરવામાં આવી રહી છે તો કોઈએ ભગવાન શ્રી રામના સ્વાગત માટે સાઈકલ યાત્રા કરી છે, કોઈએ ભગવાન શ્રી રામ મંદિરની સોનાની વીંટી બનાવી છે. આજે દેશમાં રામ નામની લહેર ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશમાં ભગવાન રામના સ્વાગતમાં તૈયારીઓ ચાલી રહી છે.


