અયોધ્યા રામ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી બ્રાહ્મણ સમાજના ધવલભાઇ નીરજભાઇ મહેતાએ કેનેડા ખાતે કરી હતી. કેનેડા ખાતે જય શ્રી રામના નાદ સાથે નીકળેલી રેલીમાં મહેતા પરિવારે પણ મર્યાદાપુરુષોત ઝાંખી કરાવવા સાથે ભગવો લહેરાવી જય શ્રી રામનો નાદ બોલાવ્યો હતો.