- અનુરોધ । આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને સલાહ આપી
- મંદ્રોપૂર ગામમાં 111 કુડાત્મક અતિરુદ્ર મહાયાગમાં રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિ
- આજે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી પર્યાવર ણ દુષિત બનાવી રહ્યા છીએ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેરાલુના મંદ્રોપુર ગામમાં આયોજીત અતિરૂદ્ર મહાયાગમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સેંકડો વર્ષોની ગુલામી બાદ ભગવાન શ્રીરામની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. જે રાષ્ટ્રના દરેક નાગરિક માટે ગૌરવની ક્ષણ છે તેની સાથે યજ્ઞ થકી લોક કલ્યાણનું કાર્ય મંદ્રોપુર ગામમાં કરવામાં આવ્યું હતું.
સૂર્ય, પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ દેવતાઓને નારાજ કરી ગ્લોબલ વોર્મિંગનું પરિણામ ભોગવી રહ્યા છીએ. રાસાયણિક ખેતી મહત્વનો ભાગ ભજવે છે. રાજ્યપાલે ધરતી માતાને રાસાયણિક ખેતીથી બિન ઉપજાઉ બનાવી આપણે આપણું જ નુકશાન કરી રહ્યા છીએ તેમ જણાવી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો.
યજ્ઞ એટલે માનવદેહ માટે સત્કાર્ય અને પરોપકાર. યજ્ઞ થકી વાતાવર ણ શુધ્ધ બને છે, પરંતુ, આજે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી પર્યાવરણ દુષિત બનાવી રહ્યા છીએ. નીતિ આયોગના અહેવાલ પ્રમાણે ગ્લોબલ વાર્મિગ માટે રાસાયણિક ખેતી 24 ટકા જવાબદાર છે. જયારે આપણે યુરીયાનો ખેતર માં ઉપયોગ કરીએ ત્યારે નાઈટ્રોજન અને ઓકિજન સંપર્કમાં આવીને નાઈટ્રોઓકસાઈટ ગેસ બને છે જે વાતાવર ણ માટે કાર્બન ડાયોકસાઈટ કરતાં 312 ગણો હાનિકારક છે. આજે દેશના ખેડૂતો લાખો કરોડો ટન રાસાયણિક ખાતરનો વપરાશ કરી ગ્લોબલ વાર્મીંગ માટે કારણભૂત બન્યા છે.


