By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બાપુ , અમારી સાથે દગો કરી ગયા …! – કૌશિક મહેતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

બાપુ , અમારી સાથે દગો કરી ગયા …! – કૌશિક મહેતા

agragujaratnews
Last updated: 2024/01/29 at 8:13 PM
2 years ago
Share
બાપુ , અમારી સાથે દગો કરી ગયા …! –	કૌશિક મહેતા
SHARE

બાપુ ઉતાવળ કરી . હજુ તો ઘણી અડધી ચા પીવાની બાકી હતી . સાથે ગાંઠીયા ખાવાના હતા. ચાય પે કેટલીય ચર્ચા કરવી બાકી હતી. અને આપણે તો સાથે એક યુટ્યુબ ચેનલ પણ શરૂ કરવાનો વિચાર કર્યો હતો , એને અમલ સુધી લઇ જવાનું બાકી હતું. બાપુ ઉતાવળ કરી ગયા ...

દિલીપ ગોહિલને અમે મિત્રો બાપુ કહેતા. બાપુ નામ કઈ રીતે પડ્યું એ યાદ નથી. અમે સાથે જર્નાલીઝમ કર્યું , સાથે કામ કર્યું નથી. સાથે ચા બહુ પીધી છે. ગાંઠીયા બહુ ખાધા છે. ભાવનગરમાં એણે અભાનવસ્થામાં છેલ્લા શ્વાસ લીધા અને એના ખબર ૨૭ જાન્યુઆરીની વહેલી સવારે સમાચાર આવ્યા અને અમે મિત્રો સુનિલ , રાજુ રાજુલા જવા નીકળ્યા , રસ્તામાં આટકોટમાં ક્રિશ્ના ગાંઠીયાએ ચા ગાંઠીયા ખાવા ઉભા રહ્યા. ગાંઠીયા આવ્યા અને એ પહેલા ચા આવી ગઈ . ચાનો પહેલો ઘૂંટ લીધો ત્યાં રાજુની આંખ ભીની થઈ ગઈ . ચાની ચૂસકીઓ બાપુને યાદ કરતી જાણે આંખોમાં ધસી આવી . રાજુલા ગયા અને ગામડે મોઢે થવા જઈએ ત્યારે ચા પીવાનો રીવાજ છે, મેં ના પાડી પણ રાવત કાકાએ કહ્યું , થોડી લો ને…લીધી. ત્યારે ફરી બાપુ યાદ આવી ગયા. કાકાએ કહ્યું , ભાઈ કોઈ કારી ફાવી નહિ ….મારા મોમાંથી શબ્દો નીકળી ગયા , બાપુ , આપણી સાથે દગો કરી ગયા. રાજુલાથી પાછા વળ્યા અને રસ્તામાં ફરી ચા પીધી તો ફરી બાપુ યાદ આવ્યા.

રાજુ કામદાર અને બાપુ વચ્ચે ચા પીવાનો વ્યવહાર ઝાઝો . એ બંને એક સાથે બે ચાર વાર ચા પી શકે. અરે ! એ બંને જ્યાં ચા પીવા જાય એ પંચનાથ ચાવાળાએ બાપુની વિદાયના સમાચારની પ્લેટ સોશિયલ મીડિયામાં જોઈ તો રાજુને મેસેજ કર્યો કે, આ તો તમારી સાથે ચા પીવા આવતા હતા એ જ ને….અમદાવાદ હું જાઉં અને પાછો વળતો હોઉં ત્યારે ફોન કરું એટલે દિવ્ય ભાસ્કર સામે ચાની કીટલીએ મળીએ …એમ કહે અને ત્યાં પત્રકાર મિત્રો એકઠા થઇ , સુવાણ કરીએ.

બાપુ , રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં પત્રકારત્વનો અભ્યાસ કરવા આવ્યા ત્યારથી સંબંધ. અમે બધા એક બેચના.  એ રાજકોટમાં સીટી ગેસ્ટ હાઉસમાં જનરલ રૂમમાં રહેતો. આર્થિક હાલત સારી નહોતી. પણ રોજ સાંજે અમે મળીએ અને ચા પીવાનો સબંધ ત્યારથી બંધાયો હતો. જુવાન હતા અને કવિતા લખવાનો ધખારો હતો. હું કૈક સંભળાવું. તો રાજી થાય અને કહે મને તારી રચાન ગમે છે. એ લખતો તો હતો પણ સંભળાવે નહિ. પાછળથી એણે છંદ – મીટરમાં લખવાનું શરૂ કરેલું અને કેટલાક કવિ સંમેલનમાં ભાગ લીધો પણ પછી કવિતા લખવાનું બંધ કરી નાખ્યું. એણે ફેસબુક પર સ્ટેટ્સ પણ મુકેલું . શા માટે બંધ કરી એ એણે કહ્યું નહોતું.

આ માણસ બહારથી બહુ સખ્ત લાગે. લખે ત્યારે એકદમ સ્વસ્થ હોય, બરાબર તોલીને લખે. ક્યારેય એની કલમ આડાઅવળે રસ્તે ના જાય. મુદાસર લખે. બોલે ઓછું , લખે વધુ. ટીવી પર રાજકીય સમીક્ષક તરીકે આવે ત્યારે પણ લાંબુ નહિ મુદાસર જ બોલે. પણ બહારથી સખ્ત લાગતો માણસ અંદરથી બહુ ઋજુ હોય છે એવું લાગ્યું , નીલેશ રૂપાપરાની વિદાય પછી. એ પછી એણે સ્વ મિત્ર કથાનાં સાત એપિસોડ ફેસબુક પર લખ્યા ત્યારે થયું કે , આ માણસ અંદરથી બહુ તૂટી ગયો છે. નિલેશની વિદાય એ પચાવી શક્યો નહોતો. રાવત કાકા જ નહિ પણ છેલ્લે રાજુલાના ડોક્ટર વાઘમશીભાઈએ એની સારવાર કરેલી એણે ય કહ્યું કે, આ લખાણમાં સાવ જુદો જ દિલીપ જોવા મળતો હતો. એને એકલું રહેવું ગમતું. પણ એકલતા માણસને અંદરથી કોરી ખાતી હોય છે. બાપુના કિસ્સામાં પણ એ સાચી વાત ખોટી હતી એમ તો ના કહી શકું.

એના જીવનમાં પડકારો ઘણા આવ્યા, અંગત જીવનથી માંડી આર્થિક સંકળામણ સુધી. આર્થિક બાતે એણે કદી કોઈ પાસે હાથ લંબાવ્યો હોય એવું બન્યું નથી. પત્રકારત્વ પણ એણે એટલી જ ખુમારીથી કર્યું. પછી એ અખબાર હોય , સામાયિક, ટીવી હોય કે પછી ડીજીટલ મીડિયા. રાજકોટ હોય , અમદાવાદ હોય , સુરત હોય , મુંબઈ – હૈદરાબાદ હોય કે પછી દિલ્હી. આ માણસે રીપોર્ટીંગપણ કર્યું છે , વિવિધ વિષયો પર લખ્યું છે.  પણ એ સંપાદનનો માણસ અને એમાં બહુ ચુસ્ત. હમણાં સુનિલ જોશી સાથે અગ્ર ગુજરાત માટે એણે રામ મંદિર માટે ખાસ અંક તૈયાર કર્યો એ જોવા જેવો છે. ગુજરાતી પત્રકારત્વમાં એવો અંક કોઈએ તૈયાર કર્યો નથી. એ પત્રકારત્વના વર્તમાન ટ્રેન્ડ કરતા આગળ રહેતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર ઘણા વર્ષો પહેલા બાપુ , સુનિલ અને મેં , ત્રણેયે સાથે મળી ‘રાજમત’ નામે નાની પુસ્તિકા બનાવી હતી એમાં ય એની સૂઝ ઉડીને આંખે વળગે. ત્યારે ફોન કોલ પર લોકમત કર્યો હતો. ગુજરાતી પત્રકારત્વમાં આવું લહેલીવાર બનેલું.  ગોધરા કાંડ પછીના જુવાળ અંગે પણ એક પુસ્તિકા બનાવી હતી અને એ ય નોંધપાત્ર .

ટેકનોલોજીનું એને જે જ્ઞાન હતું એ કદાચિત જ કોઈ પત્રકારમાં જોવા મળે છે. રિડિફ ડોટ કોમના વખતથી એ ટેકનોલોજી સાથે કામ પાર પડતો થયો હતો. એ ધારે તો આખું છાપું એકલા હાથે કાઢી શકે. ગઈ ચાર જાન્યુઆરીએ કરુણા ટોક્સમાં એનો ઈન્ટરવ્યું કરેલો [ એ કદાચ છેલ્લો રહ્યો] એમાં એણે પોતા ઉપર હસતા હસતા કહેલું કે, એક માત્ર રેડિયોમાં મેં કામ કર્યું નથી. અને એમાં ય જો સરકાર ન્યુઝની છૂટ પુરતી આપે તો એ ય કરીશું ….

એને અનુવાદની કળા હાથવગી હતી. મેં એના જેટલી ઝડપથી અનુવાદ કરતા કોઈને જોયા નથી. અનુવાદ કઈ રીતે થાય એ એના પાસેથી શીખવા જેવું. સ્ટીવ જોબ્સનું પુસ્તક અંગ્રેજીમાં વાંચો અને એનો બાપુએ કરેલો અનુવાદ વાંચો એટલે બધી વાત સમજાઈ જાય. એણે ઈન્ટરવ્યુમાં કહેલું કે, લેખકના પુસ્તકમાં એક થીમ હોય છે , શૈલી હોય છે. અને અનુવાદ કરતી વેળા એ બધાનું ધ્યાન રાખવાનું હોય છે. અનુવાદકે ગુજરાતી ઓડીયન્સને પણ ધ્યાન રાખવાનું રહે. કેટલું લેવું , શું કાઢવું અને અર્થનો અનર્થ ના થાય એનું ધ્યાન રાખવું. એણે ઘણા બધા અનુવાદો કર્યા. હમણા જ રાજકોટમાં આર આર શેઠના પુસ્તક મેળામાં પ્રકાશક રવિરત્ન મળી ગયા. એમણે બાપુને યાદ કર્યા અનેપછી કહે કે, કોઈ સારા અનુવાદક હોય તો કહેજો  ને….

ગુજરાતી પત્રકારત્વમાં એનું એક યોગદાન પણ યાદ રાખવું પડશે. કારણ કે, બાપુએ ઘણા પત્રકારોને તૈયાર કર્યા , ઘડ્યા. આજે ગુજરાતી પત્રકારત્વમાં સારા પત્રકારો શોધ્યા જડતા નથી ત્યારે બાપુનું આ પ્રદાન ઘણું બધું મહત્વ ધરાવે છે. પણ એનો કોઈ ભાર લઇ એ ફરતો નહોતો. અને હા, એનો અર્થ એ નહોતો કે, એણે બધું કરી નાખ્યુ હતું. ઘણું બધું કર્યું પણ ઘણું બધું બાકી હતું. એ કદાચ અંગ્રેજી પત્રકારત્વમાં ગયો હોત તો ઉચ્ચ કક્ષાએ પહોચ્યો હોત. અને ગુજરાતીમાં પણ એકાદ જગ્યાએ એ ઠરીઠામ થયો હોત તો કદાચ હતો એ કરતા ઘણી બધી ઊંચાઈએ પહોચ્યો હોત. કદાચ એ પોતાને કે અન્યો એને પુરતો ન્યાય ના આપી શક્યા.

આમ તો એ પોતાના સ્વાસ્થ્ય માટે બહુ જાગૃત રહેતો. એક સાથે દસ બાર કિલોમીટર સાયકલ ચલાવી શકતો. પણ શરદી – તાવ- ઉધરસ વાટે એક અજાણ્યો વાઈરસ એની જાણ બહાર ફેફસામા એવો ઘુસ્યો અને એવો વિકસ્યો …એ જેટલી ઝડપી લખતો કે, અનુવાદ કરતો કદાચ એના કરતાય વધુ ઝડપે…. બાપુ જીદ્દી હતો , બળવાખોર હતો …સાલો વાઇરસ પણ એવો જ નીકળ્યો . આપણને એમ થાય છે કે બાપુ દગો કરી ગયા પણ વાસ્તવમાં વાઇરસ દગો કરી ગયો કદાચ ….પણ બાપુ , તારી યાદ આવ્યા કરશે ચા પીતી વખતે , ગાંઠીયા ખાતી વખતે , પત્રકારત્વ કે રાજકીય મુદે કે કોઈ વિષયે ચર્ચા કરતી વખતે … ત્યારે તારા તરફથી મુકાતી વાતની જગ્યા ખાલી રહેશે.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
રાજકોટ

જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન

Editor By Editor 5 days ago
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?