- રેલીમાં નવાઝની પુત્રી મરિયમે ‘સત શ્રી અકાલ’થી સંબોધન શરૂ કર્યું
- સોશિયલ મીડિયામાં નવાઝ શરીફની હેટ ચર્ચાનો વિષય બની
- હેટની કિંમત જાણીને લોકો ટિપ્પણીઓ કરી રહ્યા છે
પાકિસ્તાનના આર્થિક સંકટના અહેવાલો સામાન્ય રીતે આવતા રહે છે. પરંતુ તે દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ નવાઝ શરીફની એક તસવીરે ચર્ચા જગાવી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા નાનકાના સાહિબ જિલ્લામાં આયોજીત એક રેલીમાં નવાઝ શરીફે તે હેટ ધારણ કરી હતી અને તેની કિંમત એક લાખ પાકિસ્તાની રૂપિયા આંકવામાં આવે છે. આ હેટ ચર્ચામાં આવી ગઈ છે. હેટની કિંમતની સાથોસાથ તેના પર બનેલી પટ્ટીઓની ડિઝાઇન પણ ચર્ચામાં રહી. કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે હેટમાં જોવા મળતી પટ્ટીઓ તહરીક-એ-ઇન્સાફના ધ્વજના રંગ સાથે મેચ થાય છે.
હેટની કિંમત જાણીને લોકો ટિપ્પણીઓ કરી રહ્યા છ. વીજળી અને ભોજન સામગ્રીની અછતનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં મોંઘીદાટ હેટ ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર હેટની કિંમત દર્શાવવા બિલની નકલો પણ પેશ કરવામાં આવી. નાનકાના સાહિબ ખાતે યોજાયેલી ચૂંટણી રેલીમાં નવાઝની પુત્રી મરિયમે ઉપસ્થિત મેદનીને સત શ્રી અકાલ કહીને અભિવાદન ઝીલ્યું હતું. મરિયમે કહ્યું હતું કે તમામ નાગરિકોને સમાન અધિકાર છે.
વિશ્વ બેન્કના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2023મા ંપાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઇ ગઇ હતી. વિવિધ દેશો તરફથી પાકિસ્તાનને મળી રહેલી આર્થિક મદદ પણ બંધ થઇ ગઇ હતી. ખાદ્યસામગ્રીની પણ અછત સર્જાઇ હતી. પાકિસ્તાન હાલમાં ઘરેલુ કિંમતોના દબાણનો સામનો કરી રહ્યું છે. મોંઘવારી માઝા મૂકી રહી છે.


