- આજે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનો 48મો રાઈઝિંગ ડે
- પર્યાવરણની સંભાળ પ્રત્યે તેમનું સમર્પણ અજોડ
- ભારતીય કોસ્ટ ગાર્ડની અતૂટ તકેદારી, સેવાને સલામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારતીય કોસ્ટ ગાર્ડને તેના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ આપી. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) ગુરુવારે તેનો 48 મો રાઈઝિંગ ડે ઉજવી રહ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, “@indiacoastguard ના 48મા સ્થાપના દિવસે, હું તેમના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મારી અનેકાનેક શુભેચ્છાઓ પાઠવું છું. દરિયાઈ સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા અને પર્યાવરણની સંભાળ પ્રત્યેનું તેમનું સમર્પણ અજોડ છે. ભારત તેમની અતૂટ તકેદારી અને સેવા માટે તેમને સલામ કરે છે. તેમના ભાવિ પ્રયાસો માટે તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે એક માછીમારી બોટને ટોઈંગ સહાય પૂરી પાડી
મહત્ત્વનું છે કે, ભારતીય તટ રક્ષકે X પર કહ્યું હતું કે, અગાઉ 28 જાન્યુઆરીના રોજ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે એક માછીમારી બોટને ટોઈંગ સહાય પૂરી પાડી હતી, જે ગુરુવારથી એન્જિનમાં ખામીને કારણે લક્ષદ્વીપમાં મિનિકોય ટાપુથી 50 નોટિકલ માઈલ દક્ષિણ પશ્ચિમ તરફ જતી હતી. આ જહાજે ભારતીય માછીમારી બોટ અરુલ મથા(IND-TN-12-MM-5707)નામનું હતું જેને ભારતીય તટ રક્ષકે ટોઇંગ સહાય પૂરી પાડી હતી, જે 25 જાન્યુઆરીથી એન્જિનના ભંગાણને કારણે મિનિકોય ટાપુના 50 NM દક્ષિણ-પશ્ચિમમાં જતી હતી.
“વયમ રક્ષામઃ” – અમે રક્ષણ કરીએ છીએ
ભારતીય કોસ્ટ ગાર્ડ તેની વ્યાવસાયિકતા અને દરિયાકિનારાને સુરક્ષિત રાખવાના પ્રયાસો માટે જાણીતું છે. ભારતીય કોસ્ટ ગાર્ડના દ્રઢ સંકલ્પ અને દરિયામાં માછીમારોને મદદ કરવામાં ઝડપી પ્રતિસાદને કારણે તેમને માછીમારોમાં સમુદ્રના સેન્ટિનલ તરીકે ઓળખ અપાઈ છે, જે તેના સૂત્ર “વયમ રક્ષામઃ” ને અનુરૂપ છે. ભારતીય તટ રક્ષક દળોના જહાજ અદ્યતન પ્રદૂષણ નિયંત્રણ ગિયરથી સજ્જ હોય છે. જેમાં તેલના ઢોળાવને સમાવવા માટે ઉચ્ચ સ્પ્રિન્ટ બૂમ્સ અને રિવર બૂમ્સ જેવા કન્ટેઈનમેન્ટ ઉપકરણો તેમજ સ્કિમર્સ અને સાઇડ સ્વીપિંગ આર્મ્સ જેવા તેલ પુનઃપ્રાપ્તિ સાધનો અને ભારતીય વિશિષ્ટ આર્થિક ઝોનમાં સંગ્રહ સુવિધાઓનો સમાવેશ થાય છે. પ્રદૂષણ પ્રતિભાવ ગોઠવણીમાં આ જહાજ ચેતક હેલિકોપ્ટરથી પણ સજ્જ હોય છે. તે માનવરહિત મશીનરી ચલાવવાની ક્ષમતા પણ ધરાવે છે.


