- કેનેડામાં ભારત સહિત અનેક દેશોના યુવકો રહે છે
- પંજાબના યુવકો કેનેડામાં તરફ જવાનો ઝુકાવ વધુ
- ધરપકડ કરાયેલા યુવક પાસેથી 400 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત
કેનેડામાં અનકે દેશોના યુવાનો નોકરી અને ભણતર માટે આવતા હોય છે. જે ભણી ગણી પોતાનું અને દેશનું નામ રોશન કરતા હોય છે. કેનેડામાં પંજાબના ઘણા યુવકો નોકરી કરતા હોય છે ત્યારે એક પંજાબી યુવક પાસેથી ભારે પ્રમાણમાં ડ્રગ્સ મળી આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે કેનેડામાં પંજાબી ટ્રક ડ્રાયવર પાસેથી ડ્રગ્સ મળી આવતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે સૌથી મોટો પર્દાફાશ કર્યો છે. કેનેડા બોર્ડર પાસે ઉત્તરી અમેરિકાના ઘાસના મેદાન પ્રેયરીમાં પંજાબી ટ્રકચાલકને 400 કિલોગ્રામ મેથાફેટામાઈન સાથે ઝડપી લેવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા સઘન તપાસ
આ યુવકની ઓળખ જાહેર થઈ છે. યુવકનું નામ કોમલપ્રીત સુદ્ધુ ઉંમર-29 છે. જે કેનેડાના વિન્નિપેગનો રહેવાસી છે. તેમજ ટ્રક ડ્રાઈવર છે. યુવક સામે એમડી ડ્રગ્સની હેરાફેરી અને કેનેડામાં તસ્કરીનો આરોપ લગાવાયો છે. કોમલપ્રીતને પહેલી ફેબ્રુઆરીએ મેનિટોબા લો કોર્ટમાં રજૂ કરાયો હતો. આ ખેપની બજારમાં કીંમત 51 મિલિયન કનેડિયન ડોલર આંકવામાં આવી છે. કેનેડાની સરહદ પર તૈનાત અધિકારીઓનું કહેવું છે કે ઈતિહાસમાં સૌથી મોટી ખેપ છે. એવું કહેવામાં આવે છે કે અધિકારીઓએ 14 જાન્યુઆરીએ પંજાબી યુવક દ્વારા ચલાવાતી ટ્રકની અંદર 406.2 કિલોગ્રામ શંકાસ્પદ ડ્રગ્સ મળ્યું હતું. જેમાં મોટા સૂટકેશમાં પેક કરાયું હતું. જાણકારી અનુસાર કેનેડા સીમા સેવા એજન્સીએ સૂટકેસમાં રાખેલા 200 પેકેટમાં લપેટી રખાયેલા પદાર્થને જપ્ત કરાયું છે.


