By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામાનંદ હોસ્પિટલના તબીબ, સંચાલકો સહિત 11 શખ્સો સામે ફોજદારી કાર્યવાહી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રામાનંદ હોસ્પિટલના તબીબ, સંચાલકો સહિત 11 શખ્સો સામે ફોજદારી કાર્યવાહી

agragujaratnews
Last updated: 2024/02/08 at 12:25 PM
2 years ago
Share
રામાનંદ હોસ્પિટલના તબીબ, સંચાલકો સહિત 11 શખ્સો સામે ફોજદારી કાર્યવાહી
SHARE

  • ચકચારી બનાવના 25 દિવસ બાદ આખરે માંડલ પોલીસ સ્ટેશનમાં અંધાપાકાંડનો
  • ભોગ બનનાર પૈકીના એક દર્દીએ દાખલ કરાવતા કાર્યવાહી હાથ ધરાઈ
  • હોસ્પિટલના ડોક્ટર અને સંચાલકો તેમજ ટ્રસ્ટીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આવેલ શ્રી સેવા નિકેતન ટ્રસ્ટની રામાનંદ આંખની હોસ્પિટલમાં ગત તા. 10 જાન્યુઆરીએ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાના કુલ 28 દર્દીઓના મોતીયાના ઓપરેશન કરાયા હતા. તેમજ દર્દીઓને થોડા દિવસો બાદ ફરીથી ચેકઅપ માટે બોલાવ્યા હતા. ત્યારે 28 પૈકી 17 દર્દીઓને આંખની દ્રષ્ટિમાં ઝાંખપ આવી ગઈ હોય અને આંખમાંથી પાણી પડતું હોય, કેટલાંક દર્દીઓને દેખાતું બંધ થઈ ગયેલ હોઈ જેવી ફરિયાદો ઉઠતાં અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગથી લઈને ગાંધીનગર સુધી દોડધામ મચી જવા પામી હતી. તેમજ ગુજરાત હાઈકોર્ટે પણ સમગ્ર મામલાની નોંધ લીધી હતી. આ ઉપરાંત તપાસ કમિટી દ્વારા હાઈકોર્ટને પ્રાથમિક રીપોર્ટ પણ સબમીટ કર્યો હતો. જેમાં ટ્ર્સ્ટની હોસ્પિટલમાં માળખાકીય સુવિધાનો અભાવ અને બેદરકારી દાખવી હોવાની ચોંકાવનારી ઉજાગર થવા પામી હતી. ત્યારે સદર મામલે 25 દિવસ બાદ માંડલ પોલીસ મથકમાં અંધાપાકાંડ મામલે કુલ 11 સામે નામ જોગ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે.

  વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ પાટણ જિલ્લાના રુગનાથપુરાના દર્દી વશરામભાઈ ભીમાભાઈ ભરવાડ, ઉ.વ.60 જેમને અંધાપાકાંડને લઈ રામાનંદ આંખની હોસ્પિટલની ઘોર બેદરકારી જણાવતાં હોસ્પિટલના ડોક્ટર સહિત સંચાલકો અને ટ્રસ્ટીઓ સહિત કુલ 11 લોકો સામે માંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વશરામભાઈને આંખે ઓછું દેખાતું હોવાને લઈ તેઓ માંડલની રામાનંદ હોસ્પિટલમાં આંખ બતાવવા માટે ગયેલા હતા અને ત્યાં હાજર ડો.જૈમિન પંડયા, ડો.દાનુભાઈ ડોડીયા દ્વારા ફરિયાદીની આંખોને ચેક કરી હતી અને તા.10મીએ તેમને મોતીયાનું ઓપરેશન કરાવવા માટે જણાવેલ હતું. તા.10મીએ સવારે માંડલ ખાતે મોતીયાનું ઓપરેશન કરાવવા ગયેલ ત્યાં તેમના સહિત અન્ય 28 દર્દીઓ પણ મોતીયાનું ઓપરેશન કરાવવા આવેલાં હતાં. તમામ દર્દીઓના આંખના ઓપરેશન થઈ ગયાં બાદ તા.12મીએ ફરિયાદીની ઓપરેશન કરેલ આંખે ઓછું દેખાતું હોઈ તેઓ ફરી હોસ્પિટલમાં બતાવવા સારું ગયેલ હતાં. ત્યાં ડો.દાનુભાઈ ડોડીયાને બતાવેલ અને તેમને જણાવેલ કે, ડો.જૈમીનભાઈ કાલે તા.13મીએ આવશે. એટલે તમે ફરી બતાવવા કાલે આવશો, એવું જણાવવામાં આવેલ હતું. જેથી તા.13મીએ વશરામભાઈ ભરવાડ માંડલ રામાનંદ હોસ્પિટલમાં ફરી બતાવવા ગયેલ ત્યારે તેમની સાથે અન્ય કેટલાંક દર્દીઓ પણ આંખમાં સોજો આવી ગયેલ છે, આંખ લાલ થઈ જવી જેવી ફરિયાદો લઈને ચેકઅપ માટે આવેલાં પરંતુ ડોક્ટરોએ આંખો ચેક કરીને જરૂરી દવાઓ આપી તા.1પમીએ ચેકઅપ માટે બોલાવેલા હતાં જેથી દર્દીઓ ફરી હોસ્પિટલમાં બતાવવા ગયેલ ત્યારે પાંચ દર્દીઓની આંખની દ્રષ્ટિ ગુમાવી દેવાની ગંભીર ફરિયાદો કરતાં (1)શાંતાબેન આલાભાઈ રાઠોડ (2) વશરામભાઈ ભીમાભાઈ ભરવાડ (3) બાલુબેન વિનુભા દરબાર (4)રામાભાઈ મનુભાઈ વાઝા અને (5)ચંદુબેન કાનાભાઈ કાંગસીયા સહિતના ફરિયાદી અને અન્ય 4 દર્દીઓને અમદાવાદની સરકારી આંખની હોસ્પિટલમાં રીફર કરેલાં હતાં. ફરિયાદમાં જણાવેલ અનુસાર રાજ્ય સરકાર દ્વારા વિભાગીય નાયબ નિયામક અમદાવાદ નાઓના અધ્યક્ષ સ્થાને સમિતિની રચના કરેલ હોય જે સમિતિ દ્વારા આંખોમાં ચેપ લાગવાની ઘટનાને પગલે રામાનંદ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાં 12 દર્દીઓને વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરાયાં હતાં એક દર્દીએ એમ પણ જણાવ્યું હતું કે, હુ. પોતાની રીતે સારવાર કરાવી લઈશ તેવી માહિતી પણ ફરિયાદમાં જણાવવામાં આવી હતી. આમ અમદાવાદની હોસ્પિટલ ખાતે 12 દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતાં. એ અરસામાં એક દર્દી શાંતાબેન રાઠોડ અને પોતે ફરિયાદીને એક આંખ કાઢી નાખી હોવાના કિસ્સામાં કાયમી આંખ ગુમાવવી પડી હોવાની પણ માહિતી આ ફરિયાદમાં જણાવે હતી અને અન્ય દર્દીઓને ગંભીર પીડાઓ થયેલ અને આંખે દેખાવવાનું ઓછું થયેલ, કેટલાંક દર્દીઓને બીલકૂલ દેખાતું બંધ થયું જેવી ઘટનાઓને પગલે હોસ્પિટલના ડોક્ટર અને સંચાલકો તેમજ ટ્રસ્ટીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

આ ઉપરાંત સરકારની ગાઈડલાઈન મુજબ હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓ ના હોઈ નિયમોનો ભંગ કરી નીતિનિયમોનું ઉલ્લંઘન કરી દર્દીઓની જિંદગી જોખમમાં મુકવાની સંભાવના હોવાનું જાણવા છતાં સેવા નિકેતન ટ્રસ્ટની આંખની હોસ્પિટલ કાર્યરત રાખેલ, યોગ્ય નર્સીંગ સ્ટાફ અને ઓટી ઓપરેટર પણ અભ્યાસુ ન હોઈ બેદરકારી દાખવી રહ્યાં છેનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરાયો છે. માંડલ પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાને લઈ 11 લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે.

કોની વિરુદ્ધ થઈ ફરિયાદ

ડો.જૈમીન પંડયા, ડો.દાનુભાઈ ડોડીયા, ભરતભાઈ ખુમાણ, રણછોડભાઈ પરમાર, પટેલ મણીલાલ સોમાભાઈ, દલવાડી નારણભાઈ ઈશ્વરભાઈ, પટેલ શંકરભાઈ ધરમશીભાઈ, પંચાલ ગોવિંદભાઈ ભીખાભાઈ, ભાવસાર ભુપેન્દ્રભાઈ જશવંતલાલ, પટેલ જગદીશભાઈ મણીલાલ, ચાવડા માનુભાઈ લક્ષ્મણભાઈ.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ધો.૧૦-૧૨ના છાત્રોને મળશે બારકોડવાળી માર્કશીટ
રાજકોટ

 ધો.૧૦-૧૨ના છાત્રોને મળશે બારકોડવાળી માર્કશીટ

Editor By Editor 1 day ago
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?