- પાકિસ્તાનની જનતાએ આતંકવાદને નકાર્યો
- ચૂંટણીના પરિણામો પાકિસ્તાની શેરબજારમાં કંઈ કાઠું કાઢી ન શક્યા
- પાડોશી દેશ પણ ભારત જેવું લોકતંત્ર ઈચ્છે છે
પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ KSE-100 આજે 1700 પોઈન્ટ તૂટયો હતો અને શેરબજારમાં હાહાકાર મચ્યો છે. નવી સરકાર પર સ્થિતિ સ્પષ્ટ ન થતા પાડોશી દેશના શેરબજાર આજે સવારે ખુલતાની સાથે ધડામ થયું હતુંય પાકિસ્તાન ચૂંટણી અધિકારી જનરલ ઈલેક્શનનું પરિણામ જાહેર કરવા વિલંબ કરી રહ્યા હતા જેથી આની સીધી અસર શેર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર જોવા મળી હતી.
સવારે કારોબાર શરૂ થતા 2278 પોઈન્ટ સુધી કડાકો બોલાયો
PSX વેબસાઈટ અનુસાર, ટ્રેડિંગ શરૂ થયા બાદ તરત જ ઈન્ડેક્સમાં 2278 પોઈન્ટનો ઘટાડો થયો હતો. આ પછી તે થોડો સ્થિર થયો અને સવારે 9:30 વાગ્યા સુધીમાં તે 1720.27 પોઈન્ટ અથવા 2.68 ટકાના ઘટાડા સાથે 62,423.60 પોઈન્ટ પર પહોંચી ગયો. ગુરુવારે KSE-100 64,143.87 ના સ્તરે બંધ થયો હતો. પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX) એ કરાચી, પાકિસ્તાન સ્થિત સ્ટોક એક્સચેન્જ છે. પાકિસ્તાનના શેરબજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે KSE-100 ઇન્ડેક્સમાં ઘટાડો થયો છે કારણ કે ચૂંટણી પછી સર્જાયેલી અનિશ્ચિત સ્થિતિને કારણે રોકાણકારો ખરીદીને બદલે વેચાણ તરફ ઝુકાવ બતાવી રહ્યા છે.
ઈમરાન ખાનની પીટીઆઈના ઉમેદવારોનું પોઝિટિવ પરફોર્મન્સ
મળતી માહિતી પ્રમાણે આજે એક નવાઈ ઉપજે તેવી ઘટનામાં જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાન ખાનના ટેકેદાર અપક્ષ ઉમેદવારો ત્રણ સીટ જીતી લીધી હોવાનું સામે આવ્યું છે.
પાકિસ્નતાન શેરબજારના જાણકારોનો અભિપ્રાય
ટોપલાઈન સિકયોરિટી અનુસાર કોઈ જાણતું નથી કે શું થવાનું છે. આગામી સરકાર કોની રચાશે. જેથી રોકાણકાર આજે કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેમ જેમ જનરલ ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે.
ટોપલલાઈન સિક્યોરિટી લિમિટેડના સીઈઓના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પૂર્વેના સરવે આધારે બજાર સારી આશા રાખી રહ્યું હતું. પાકિસ્તાન ફોરેક્સ એસોસિએશનના પ્રમુખે કહ્યું કે ચૂંટણી પહેલા તમામ ચર્ચાઓને લીધે માર્કેટ પીએમએલએન સરકારની આશા હતી પરંતુ પ્રારંભિક પરિણામોથી જાણવા મળ્યા પ્રમાણે લોકોનો વિચાર અલગ છે.


