- પ્રકાશ શીંગડ નામના વહીવટદારે આચર્યું હતું દુષ્કર્મ
- તોડકાંડમાં બદનામ ઉના પોલીસ પર વધુ એક કલંક લાગ્યો
- કમલેશ પીઠીયા નામના પોલીસ કર્મચારીના નામે કર્યું દુષ્કર્મ
તોડકાંડમાં બદનામ ઉના પોલીસ પર વધુ એક કલંક લાગ્યો છે. જેમાં 2 પોલીસકર્મી, 1 GRD સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઇ છે.
પ્રકાશ શીંગડ નામના વહીવટદારે દુષ્કર્મ આચર્યું હતું. તથા કમલેશ પીઠીયા નામના પોલીસ કર્મચારીના નામે દુષ્કર્મ કર્યું હતુ.
પીડિતા કમલેશ પીઠીયાને જોઈને ઓળખતી ન હતી
પીડિતા કમલેશ પીઠીયાને જોઈને ઓળખતી ન હતી. તેમજ આરોપી વહીવટદાર કમલેશ પીઠીયા હોવાની ઓળખ આપતો હતો. તેમજ મોહન મકવાણા નામનો પોલીસ કર્મચારી પણ દુષ્કર્મ આચરતો હતો. જેમાં આરોપીઓને ઝડપી લેવા પોલીસની દોડધામ શરૂ થઇ છે. ગીર સોમનાથના ઉનાની વિધવા મહિલા પર પોલીસ કર્મચારીઓ દ્વારા દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. અંતે 02 પોલીસ કર્મચારી અને 01 GRD અને 01 ખાનગી વ્યક્તિ સામે ગુન્હો નોંધાયો છે.
મોહન મકવાણા નામનો પોલીસ કર્મચારી પણ દુષ્કર્મ આચરતો
ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાતા ચાર કલાક ASP જીતેન્દ્ર અગ્રવાલની ઉપસ્થિતીમાં મહિલાનું ઓન કેમેરા નિવેદન નોંધાયું છે. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે કમલેશ પીઠીયા નામના પોલીસ કર્મચારીના નામે પ્રકાશ શીંગડ નામના વહીવટદારે દુષ્કર્મ આચર્યું હતું. તેમજ SOGનો પોલીસ કોન્સ્ટેબલ સલીમ દોષમમદ બ્લોચ સાત માસથી ધમકાવી અવાર નવાર દુષ્કર્મ આચરતો હોવાની કેફિયત છે. આ ઉપરાંત મોહન મકવાણા નામનો પોલીસ કર્મચારી પણ દુષ્કર્મ આચરતો હતો. તેથી તમામને પોલીસે પકડવા કાર્યવાહી હાથધરી છે.


