- હર્પીસ નામના રોગના ફેલાવાનો અભ્યાસ કરવા શરૂ થયું રિસર્ચ
- અચાનક નથી થતું, ચુંબન એક બાયોલોજિકલ પ્રોસેસ: અભ્યાસ
- ભારતના કાંસ્ય યુગમાં કામસૂત્રમાં Kissના ઐતિહાસિક પુરાવા મળ્યા
Kiss… એટલે કે ચુંબન. સૌપ્રથમ કિસ કરવાનો વિચાર કોને આવ્યો હતો? કોણે શરૂ કરી હતી પ્રેમ, ચિંતા, હૂંફ વ્યક્ત કરવા માટેની આ શારીરિક પ્રક્રિયા? આ એક એવું કામ છે જેના પર કરોડો લેખ, કવિતાઓ, ગીતો, ગઝલો અને એવું ઘણું બધુ લખાવામાં આવ્યું છે. પરંતુ, હજુ સુધી એ કોઈ નથી કહી શક્યું કે કિસ કરવાની પ્રથમ શરૂઆત ક્યાં અને કોણે કરી હતી?
વાસ્તવમાં કોઈને નથી ખબર કે મનુષ્યોએ ક્યારે એકબીજાને ચુંબન કરવાનું શરૂ કર્યું. ખાસ કરીને સ્મૂચ. ગયા વર્ષે એટલે કે 2023માં, વૈજ્ઞાનિકોએ એક રિપોર્ટ આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે મનુષ્ય ઓછામાં ઓછા 5000 વર્ષથી સ્મૂચ અથવા લિપ-લોક કેવી રીતે કરવું તે જાણે છે. આ અભ્યાસ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો હતો.
આ અભ્યાસમાં દક્ષિણ ભારતની કાંસ્ય યુગની હસ્તપ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે ઈસવીસન પૂર્વ 1500ની આસપાસની છે. પરંતુ, પ્રાચીન મેસોપોટેમિયા અને ઇજિપ્તમાં આવી વસ્તુઓ ઈસવીસન પૂર્વ 2500માં જોવા મળી હતી. તેમના દસ્તાવેજો અને પ્રાચીન પુરાવા છે. ઘણા દેશોની પ્રાચીન સંસ્કૃતિઓમાં સદીઓથી ચુંબન પ્રચલિત હતું.
અચાનક નથી થતું, ચુંબન એક બાયોલોજિકલ પ્રોસેસ
Kiss એ અચાનક પ્રક્રિયા નથી. આ એક ખાસ પ્રકારની બાયોલોજિકલ પ્રોસેસ છે. જેના કારણે હવે અનેક પ્રકારની બીમારીઓ ફેલાઈ રહી છે. પ્રાચીનકાળથી આધુનિક સમય સુધી પણ આના પુરાવા છે. કોપનહેગન યુનિવર્સિટીમાં એસીરોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ટ્રોલ્સ પેન્ક અરબોલે જણાવ્યું હતું કે જેટલું આપણે વિચારીએ છીએ, અથવા અમને પુરાવા મળ્યા છે. તેના કરતાં પણ ઘણા સમય પહેલાથી મનુષ્યો કિસ કરતાં આવ્યા છે.
બીમારીની તપાસ કરવા માટે શરૂ થયું હતું રિસર્ચ
આધુનિક સમયમાં હર્પીસ નામના રોગના ફેલાવાનો અભ્યાસ કરવો પડ્યો હતો. તેની શરૂઆતના મૂળ સુધી જવાનું હતું. એટલે સ્મૂચિંગના ઇતિહાસની તપાસ કરવાનું શરૂ થયું. અને છેક 3300 BC થી 1200 BC દરમિયાનના કાંસ્ય યુગના પુરાવા મળ્યા. ડૉ. ટ્રોલ્સ આરબોલ કહે છે કે મને એવું લાગે છે કે સ્મૂચ એટલે કે ડીપ કિસિંગની પ્રક્રિયા 300 બીસીની આસપાસ શરૂ થઈ હતી. આ તે સમય છે જ્યારે ભારતમાં કામસૂત્રની રચના થઈ ચૂકી હતી.


