- દિવસેને દિવસે વધી રહી છે સંદેશખાલીની બબાલ
- સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે કરાઈ છે અરજી
- કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની અપીલ
સંદેશખાલી તરફ જતા તમામ માર્ગો સીલ કરી દેવામાં આવ્યા છે,અને ડ્રોન દ્વારા દેખરેખ રખાઈ રહી છે, બીજી તરફ ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું- કેન્દ્ર સરકાર ચોક્કસપણે દરમિયાનગીરી કરશે,સંદેશખાલી બંગાળની રાજધાની કોલકાતાથી લગભગ 80 કિલોમીટર દૂર ઉત્તર 24 પરગણા જિલ્લાના બસીરહાટ બ્લોકમાં સ્થિત છે. હવે આ સંદેશખાલી બંગાળનું નવું રાજકીય ક્ષેત્ર બની ગયું છે,સંદેશખાલી તરફ જતા તમામ માર્ગો પર પોલીસ અને RAFની કડક સુરક્ષા જોવા મળી રહી છે
ગૃહ રાજ્યમંત્રીનુ નિવેદન
સંદેશખાલીની ઘટના પર ગૃહ રાજ્ય મંત્રી નિસિથ પ્રામાણિકે કહ્યું,’બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. મુખ્યમંત્રી મૂક પ્રેક્ષક બની રહ્યા છે. જ્યારે શેખ શાહજહાં મહિલાઓ પર અત્યાચાર ગુજારતો હતો, ત્યારે કોણ આપશે જવાબ? સંદેશખાલીની મહિલાઓ પર અડધી રાત્રે અત્યાચાર ગુજારવામાં આવ્યો, ત્યારે મમતા બેનર્જી ક્યાં હતા? અમે આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે. જો મમતા બેનર્જી આ તરફ ધ્યાન ન આપી શકે તો કેન્દ્ર સરકાર અને ગૃહ મંત્રાલય ચોક્કસપણે દરમિયાનગીરી કરશે.
ભાજપના સાંસદોનુ પોલીસ સાથે ઘર્ષણ
કેન્દ્ર સરકારનું પ્રતિનિધિમંડળ સંદેશખાલીની પીડિત મહિલાઓને મળવા જઈ રહ્યું હતું, ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા. જે બાદ પોલીસ અને કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી સહિત ભાજપના તમામ સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મમતા સરકારનો આક્ષેપ છે કે, જે મહિલાઓ TMC નેતા શાહજહાં શેખ પર યૌન શોષણ અને જમીન હડપ કરવાનો આરોપ લગાવી રહી છે. તે બીજેપી સમર્થક છે. કે બહારની છે. આવી સ્થિતિમાં, મહિલાઓએ તેમના આધાર કાર્ડ બતાવ્યા અને કહ્યું કે તેઓ સ્થાનિક છે. અને રાજકારણની આડમાં અત્યાચાર છુપાવી શકાય નહીં.
રાષ્ટ્રપતિને સોંપાયો રીપોર્ટ
જ્યાં ભાજપના નેતાઓનું પ્રતિનિધિમંડળ રોકાયું હતું ત્યાંથી સંદેશખાલી માત્ર 4 કિલોમીટર દૂર હતું. રોકવામાં આવ્યા બાદ ભાજપના નેતાઓ પણ ધરણા પર બેસી ગયા હતા.ભાજપની મહિલા સાંસદોએ કહ્યું કે, તેઓ મમતા સરકારને પીડિતોને મળવા દેતા નથી જેથી તેઓ ખુલ્લા ન પડે. સંદેશખાલીમાં પીડિતોને મળેલી SC કમિશનની ટીમે શુક્રવારે રાષ્ટ્રપતિ મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. પંચે કહ્યું છે, કે બંગાળમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે.


