રેડ સી માં ફરી એકવાર હ્યુતિ આંતકવાદીઓ દ્વારા જહાજ પર હુમલો કરાયો છે. દેશ માટે ક્રૂડ લાવતા જહાજ પર મિસાઈલ હુમલો કરાયો છે. રેડ સી માં વધુ જતો આતંકવાદીઓનો ત્રાસ વૈશ્વિક વ્યાપાર માટે ચિંતાનો વિષય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પનામા દેશનો ફ્લેગ ધરાવતી એમ.ટી પોલક્ષ નામની અને સાઉથ આફ્રિકાની ઓશીયન ફ્રન્ટ કંપનીની માલિકીની અને ત્યાંની જ સી ટ્રેડ મરીન કંપની દ્વારા ચલાવાતિ અને ફક્ત ભારતીય ખલાશીઓ અને ભારત માટે ક્રૂડ ઓઇલનો જથ્થો લાવતી ઓઇલ ટેન્કર પર રેડ સી માં હ્યુતિ આંતકવાદીઓ દ્વારા મિસાઈલ થી હુમલો કરવામાં આવ્યો છે.
આ હુમલો યમનના મોખા પોર્ટથી ૧૩૩ કી.મી.દૂર નોર્થ વેસ્ટમાં થયેલ છે.જેમાં સામાન્ય નુકશાન થયેલ છે..આ જાહજ રશિયાના બ્લેક સી માં આવેલ પોર્ટ નોવા્રોસિસક પરથી ગત તારીખ ૨૪ ના નીકળેલ અને તે ઓરિસ્સાના પારાદીપ બંદર પર તારીખ ૨૮ એ પહોંચવાનું હતી.આ ક્રૂડ ઓઇલ પારાદીપ બંદર પર આવેલ રીફાઇનરી માટેનો હતો. આ અંગે પ્રત્યાઘાત આપતા હ્યુતિ લીડર અબ્દુલ માલિક અલ હ્યુતિ એ જણાવેલ કે આ હુમલા ગ્લોબલ ટ્રેડને ડિસ્ટ્રબ કરવા માટે કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત માસે વિશ્વના દેશોના સમુદ્ર રસ્તે માલની હેરફેર માટેની નસ જેવા ગણાતા રેડ સી ના ગ્લોબલ ટ્રેડને ડિસ્ટર્બ ન કરવાની વિનંતી અને લો લેસ એટેક ઓન ઇન્ટરનેશનલ શીપિંગના સામાધાન બાદ ફરી થયેલ આ હુમલો વિશ્વ માટે ચિંતા અને વિચારણાનો પ્રશ્ન ઉપસ્થિત થયાનું જણાય છે. આ હ્યુતિ આંતકવાદીઓને ઇરાનનો ખુલ્લો ટેકો છે જે વિશ્વના દેશો જાણે પણ છે. જેના પડઘા આવનારા દિવસોમાં વિશ્વને જોવા મળશે કે નહી તે ભવિષ્યના ગર્ભમાં અત્યારે છુપાયેલ હોવાનું નકારી શકાતું નથી.


