- વિવિધ હુન્નર કરતા ભાઈ-બહેનોને પદ્ધતિસર તાલીમ અપાશે
- આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પણ ઉજવણી કરાઈ
- માર્ગદર્શન આપવાનો શુભારંભ શરૂ કરવામાં આવેલ છે
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપતિ જનશિક્ષક સંસ્થાન ભરૂચ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પી.એમ.વિશ્વકર્મા યોજના અંતર્ગત ભારત ભરમાં બીનકુશળ/કુશળ હસ્ત કારીગરોને પધ્ધતિસરની તાલીમ પછી સાધન સહાય અર્પણ કરી બેંક લો તથા અન્ય સહાય થકી તેમના કૌશલ્યને વિકસતી કરીને પોતાનો ધંધો વિસ્તૃત કરીને ઉન્નત મસ્તકે જીવન જીવી પોતાનું અને કુટુંબનું જીવન ધોરણ ઉંચુ લાવી શકે તેવા હેતુથી તેમની તાલીમ માટે જુદા જુદા ક્ષેત્રો નક્કી કરેલ જેમાં જનશિક્ષણ સંસ્થા ભરૂચ દ્વારા વિવિધ પ્રકારનાં હુન્નર કરતા ભાઈ-બહેનોને પધ્ધતિસર તાલીમ અને માર્ગદર્શન આપવાનો શુભારંભ શરૂ કરવામાં આવેલ છે. જેએસએસ ભરૂચ દ્વારા યોજાનાર આ તાલીમનું જે.બી.દવે નાયબ ઉદ્યોગ કમિશ્નર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે તાલુકા પંચાયત ભરૂચના સભ્ય યોગીતાબેન રણા, જે.એસ.એસ.ભરૂચના બોર્ડ મેમ્બર ઈન્દિરાબેન રાજ તથા લીડબેન્ક મેનેજર જે.એસ.પરમાર ઉપસથિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ નિયામક ઝયનુલ આબેદીન સૈયદ દ્વારા સ્વાગત પ્રવચનમાં સંસ્થા દ્વારા તાલીમનો ટુકો પરિચય આપ્યો હતો તથા પી.એમ.વિશ્વકર્મા યોજનાનો ચિતાર રજુ કર્યો હતો.
મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી યોજનાનો શુભારંભ સાથે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી તેમજ કિટ વિતરણ કરાઈ હતી. અતિથિ વિશેષ ઈન્દિરાબેન રાજે સરકારના વિવિધ કાર્યક્રમો થકી જે સિધ્ધ હાંસલ કરેલ છે તે અભિનંદનને પાત્ર ગણાવી સરકારના સહયોગી થવા માટે ગર્વ સમાન ગણાવ્યુ હતુ. તાલુકા પંચાયતના યોગીતાબેન રાણાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરી તાલીમાર્થીઓને વિશ્વકર્માઓને સરકાર તરફથી મળતા લાભો, સહાયની સરાહના કરી આગળ વધવાની ઉત્કંથા દાખવી હતી. મુખ્ય મહેમાન પદેથી જે.બી.દવે દ્વારા સરકારની વિવિધ યોજનાઓને સાકાર કરવા બદલ જન શિક્ષણ સંસ્થાનના વિશેષ કાર્યોને બિરદાવી ધન્યતા અનુભવી હતી. અંતે લાઈવલી હૂડ કો-ઓર્ડિનેટર ક્રિષ્ણાબેન કઠોલીયાએ આભાર દર્શ રજુ કરી સમુહ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની સમાપ્તી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ.


