- શહેરા થી અમદાવાદ તરફ્ જતાં સ્ટેટ હાઇવે ઉપર
- વાહનોથી ધમધમતા આ હાઇવે ઉપર વીજ વાયર ઊંચા હોવા જોઈએ
- અનેક સવાલો લોકોમાંથી અહીં ઊભા થતા જોવા મળી રહ્યા હતા
શહેરા થી અમદાવાદ તરફ્ જતો કાકંણપુર સ્ટેટ હાઇવે ઉપર ડેમલી સ્ટેશન પાસે પાછલા એક વર્ષથી વીજ પોલ નમી ગયેલ છે. આ સ્ટેટ હાઇવે ઉપર દિવસ અને રાત્રિ દરમિયાન નાના મોટા વાહનોની અવરજવર રહેતી હોય છે. વીજ થાંભલો નમી જવા સાથે માર્ગ ઉપર નમેલા જીવંત વીજ વાયર પણ જોવા મળતા હોય છે. જોકે સતત વાહનોથી ધમધમતા આ હાઇવે ઉપર વીજ વાયર ઊંચા હોવા જોઈએ. પરંતુ અહી જોવા મળતા દ્રશ્યો પરથી એમ.જી.વી.સી.એલ કચેરી દ્વારા કરવામાં આવતી મેન્ટેનન્સની કામગીરી સામે અનેક સવાલો લોકોમાંથી અહીં ઊભા થતા જોવા મળી રહ્યા હતા. સ્ટેટ હાઇવેને અડીને જીવંત વીજ વાયર વાળો નમી ગયેલ વીજ થાંભલા ના કારણે કોઈ મોટી ઘટના આના કારણે બને તે પહેલા સંબંધિત તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવીને તાત્કાલિક અહી જરૂરી કામગીરી હાથ ધરવામાં આવે તે હાલની પરિસ્થિતિને જોતા અંત્યત જરૂરી લાગી રહયુ છે. જોકે સ્થળ પર ઉભેલ રમેશ ભાઇ નામના જાગૃત ગ્રામજન દ્વારા રોડ ને અડીને જીવંત વીજ વાયર વાળો નમી ગયેલ વીજ થાંભલો એક વર્ષ થી આજ પરિસ્થિતમાં છે.


