રણુંજ બેચરાજી રેલ્વે બ્રોડગેજ લાઈનનું કામ અત્યારે હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે રેલ્વે ના કામમાં વપરાતા વિવિધ પ્રકારના મોંઘા ભાવના માલસામાન પણ ત્યાં પડ્યા રહે છે ત્યારે રેલ્વે ના થોડા સમય પહેલા તાંબાના વાયર રૂ.૧૦,૮૧,૦૦૦ ની ચોરીની ફરીયાદ ચાણસ્મા પોલીસ મથકે નોંધાઇ હતી ત્યારે જેની તપાસ કરતા ચોરી કરનાર છ ઇસમો ને બાતમી ને આધારે ચાણસ્મા પોલીસે ઝડપી લીધા હતા તેમજ વધુ તપાસ હાથ ધરી છે
પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ ગત સમયમાં ચાણસ્મા પોલીસ મથકે રેલ્વે વિભાગના એન્જિનિયર રઘુવીર સિંઘ મોહર સિંઘ ચૌધરી એ ચોરીની ફરીયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે રણુંજ થી બેચરાજી બ્રોડગેજ રેલ્વે લાઈન ના ઇલેક્ટ્રીક વીજપોલ અને કોન્ટેક્ટ વાયર તાંબાના જે ૧૦૭ સ્ક્વેર mm નો વાયર લગાવવાની કામગીરી અમોયે રણુંજ તરફ થી ચાલુ કરેલ અને તારીખ ૩૦/૭/૨૩ ના રોજ જીતોડા અને સોજીત્રા ગામની સીમમાંથી પસાર થતી રણુંજ બેચરાજી રેલ્વે બ્રોડગેજ ના ઇલેક્ટ્રીક વીજપોલ અને કોન્ટેક્ટ વાયર તાંબાના જે ૧૦૭ સ્ક્વેર mm નો વાયર લગાવવાની કામગીરી કરેલ અને તારીખ ૨/૮/૨૩ ના રોજ સાંજના આશરે ચાર થી પાંચ વાગ્યાની આસપાસ હું અને સુપરવાઈઝર બન્ને જણા રેલ્વે લાઈન ના સુપરવિઝન માં નિકળ્યા હતા તે વખતે અમોયે જીતોડા અને સોજીત્રા ગામ વચ્ચે ફીટ કરેલ તાંબાના ૧૦૭ સ્ક્વેર mm નો વાયર જોયેલ નહીં તેથી તે લાઈન ઉપર તપાસ કરતા વીજપોલ નં. ૫૮/૧૨ થી ૫૭/૪ વચ્ચે ના કુલ ૧૪૦૮,૫૦ મીટર કોન્ટેક તાંબાના ૧૦૭ સ્ક્વેર mm નો વાયર જેની કિંમત રૂપિયા ૧૦,૮૧,૦૦૦ ની કોઈ અજાણ્યા શખ્સોએ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ ચાણસ્મા પોલીસ દ્વારા કરાતા તે દિશામાં તપાસ કરતા પોલીસને બાતમી મળતા છ ઈસમોને ઝડપી ૧૦૭ સ્ક્વેર mm નો કોપર વાયર કિ.રૂ ૧૦,૬૧,૦૦૦ તથા વાયર કાપવાની કટર કિ.રૂ ૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઝડપાયેલ આરોપી.
(૧) પ્રવિણજી જયંતિજી ઠાકોર રહે. સોજીત્રા
(૨) કનુજી ઉર્ફે લાલો જીલુજી ઠાકોર રહે. સોજીત્રા
(૩) પંકજ રઘુવીર સિંહ મોહરસિંહ રહે. નાગેશ્વર પાર્ક ચાણસ્મા
(૪) વેણુગોપાલ રઘુનાથ રાવ દેશપાંડે રહે. કેમ્પભાવી નીયરમઠ કર્ણાટક
(૫) દેવજયોતિ દિલીપ કુમાર શ્યામલ રહે. બેચરાજી
(૬) બીરબલ મહેશકુમાર શૈની રહે. નાગેશ્વર પાર્ક ચાણસ્મા
ગત સમયમાં ચાણસ્મા પોલીસ મથકે રેલ્વે ના કોપર વાયરની ચોરી અંગે ની ફરીયાદ નોંધાવનાર ફરીયાદી પર પોલીસને શંકા કુશંકા થતાં પોલીસ દ્વારા ફરીયાદી સાથે પોતાની યુક્તિ પ્રતિયુક્તિ થી તપાસ કરતા ફરીયાદી પોલીસ તપાસમાં ભાંગી પડ્યો હતો જેમાં ૧૨૦૦ મીટર કેબલ લટકતો હોય જે કેબલ અશોકા બીલ્ટ કોન લિમીટેડ કંપનીના રેલ્વે માં કામ કરતા કર્મચારીઓ તથા મજુરો તથા વાહનો મારફતે તેઓના ગોડાઉનમાં રેકર્ડ ઉપર લીધા સિવાય રાત્રી ના સમયે સંતાડી રાખેલ હોવાની કબુલાત કરી હતી
રણુંજ બેચરાજી રેલ્વે લાઈન ઉપરથી કેબલ વાયર ચોરવાના કેસમાં ઝડપાયેલા સોજીત્રા ના બે શખ્સોએ ગુનાની કબુલાત કરી લીધી છે જ્યારે સુપરવાઇઝર, પ્રોજેક્ટ મેનેજર, ડેપ્યુટી મેનેજર અને ચોરીનો માલ રાખનાર શખ્સ ને પોલીસે પકડી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોટે ક્યારેય આરોપીઓના 24 કલાકના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે તપાસ હાથ ધરી છે


