- ભારતવંશી સગીરાની હત્યાને લઈને પોલીસ શંકાના ઘેરામાં
- નોટિંગહામમાં સગીરા અને તેના મિત્રની થઈ હતી હત્યા
- નોટિંગહામશાયર પોલીસ પર પીડિત પરિવારના મોટા આરોપ
બ્રિટનમાં થયેલ ભારતીય મૂળની એક સગીરાની હત્યા મામલે નવી-નવી ફરિયાદો સામે આવી રહી છે. સગીરા અને તેના મિત્રના પરિવારના લોકોએ પોલીસ પર કેસની કાર્યવાહીમાં ગેરવહીવટનો આરોપ લગાવ્યો છે. વાસ્તવમાં, ગત વર્ષ નોટિંગહામમાં મેડિકલની વિદ્યાર્થિની ગ્રેસ ઓ-મેલી કુમાર પોતાના મિત્ર બાર્નાબી વેબર સાથે યુનિવર્સિટી પરત જઈ રહી હતી, તે સમયે તેમની સાથે કેટલાંક શખ્સોએ ચાકુ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં બંનેના મોત થયા હતા. એવું જાણવા મળે છે કે પોલીસે ઘટના સાથે જોડાયેલા કેટલાંક સંદેશાઓ તેમના પરિવાર સાથે શેર કર્યા હતા, જે ફરજના નિયમોની વિરુદ્ધ હતા.
અમે શાંતિથી નહિ બેસીએ
એક રિપોર્ટ અનુસાર કુમાર અને વેબરના પરિવારે એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું છે કે નોટિંગહામશાયર પોલીસના વ્યવહાર પર ધ્યાન આપવું જોઈએ અને પરિવર્તન કરવું જોઈએ. અમે લોકો શાંતિથી નહિ બેસીએ, જ્યાં સુધી પરિવર્તન નહિ આવે.
11 પોલીસકર્મીઓ પર આરોપ
તપાસમાં જાણવા મળ્યું કે તપાસ કરી રહેલા પોલીસકર્મીઓએ વોટ્સએપ પર યુવતીની ઇજાઓની વિગતો શેર કરી હતી. 11 પોલીસકર્મીઓ પર સામગ્રી જોવાનો આરોપ હતો. ત્રણ પોલીસકર્મીઓ પર શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો, પરંતુ 8 પોલીસકર્મીઓ સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી.


