- મહારાષ્ટ્રના નાગપુરના ડોલી ચાલવાલેની સોશિયલ મીડિયામાં ધૂમ
- બિલ ગેટ્સને ચા બનાવીને પીવડાવી, તે વીડિયો થયો વાયરલ
- વિદેશી વ્યક્તિ બિલગેટ્સ હતા તે ખબર ન હતી- ડોલી ચાયવાલા
હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક અનોખી સ્ટાઇલમાં ચા બનાવીને બિલગેટ્સને આપી રહ્યા છે. આ ચા બનાવનાર મહારાષ્ટ્રના નાગપુરનો છે. જેનું નામ છે ડોલી ચાયવાલા. આ વીડિયો આપણે સૌએ એક વાર તો જોયો જ હશે. ત્યારે ડોલી ચાયવાલાએ આ અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
વિદેશી વ્યક્તિ કોણ હતા તે પછી ખબર પડી- ડોલી ચાયવાલા
તેણે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે મને ખબર ન હતી કે હું જેને ચા પીવડાવું છું તે કોણ છે. મને લાગ્યુ કે વિદેશી દેશનો વ્યક્તિ છે એટલે મે તેમને ચા પીવડાવી. પણ પછીના દિવસે મને ખબર પડી કે મે કોને ચા પીવડાવી. તેણે જણાવ્યું કે તે મારી બાજુમાં જ ઉભા હતા. હું મારુ કામ કરી રહ્યો હતો. અમે કંઇ વધારે વાત કરી નથી. પણ ચા પીધા પછી તેઓ એટલું બોલ્યા કે વાહ, ડોલી કી ચાય !
પીએમ મોદીને ચા પીવડાવી છે- ડોલી ચાયવાલા
જ્યારે ડોલી ચાયવાલાને તેના પહેરવેશ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું મેં આ પહેરવેશ અપનાવ્યો નથી, પરંતુ દક્ષિણની ફિલ્મમાંથી નકલ કરી છે.” ડોલી ચા વેચનારએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચા પીરસવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, આજે મને લાગે છે કે હું નાગપુરની ડોલી ચાયવાલા બની ગયો છું. ભવિષ્યમાં હું મારી ચા પીએમ મોદીને પણ પીવડાવા માંગુ છું.
ડોલી ચાયવાલા કેમ છે ફેમસ ?
નાગપુરની ડોલી ચાયવાલાની ચા બનાવવાની અનોખી પ્રક્રિયાને કારણે તેણે સોશિયલ મીડિયામાં ઘણી ચાહના મેળવી છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ તેને લાખો વ્યૂઝ મળ્યા છે. મહત્વનું છે કે ડોલી ચાયવાલાની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને તે અવારનવાર પોતાના ફોલોઅર્સ સાથે વીડિયો શેર કરે છે.


