- H-1B વીઝા પ્રક્રિયામાં સુધાર માટે દરેક પ્રયાસ થઈ રહ્યા છે: વ્હાઈટ હાઉસ
- ભારતીયો જેની આતુરતાથી પ્રતીક્ષા કરતા હોય તે વીઝા પ્રોસેસને સરળ કરાશે
- અમેરિકા જવા માગતા ભારતીયોને આ વાત ધ્યાને લેવી જોઈએ
દર વર્ષે ભારતથી અમેરિકા જતા સેંકડો ભારતીયો જેની આતુરતાથી વાટ જોતા હોય તે H-1B વીઝા અંગે અમેરિકાના ખુદ વ્હાઈટ હાઉસે સામે આવી નિવેદન આપવું પડયું છે. જો કે આ માટે ખુદ અમેરિકાને પણ ફાયદો કરાવી જાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન H-1B વીઝા પ્રક્રિયા, ગ્રીન કાર્ડ બેકલૉગ સાથે સંકળાયેલા અન્ય મુદ્દાઓના સુધાર માટે દરેક પ્રયાસ કરાઈ રહ્યા છે. વ્હાઈટ હાઉસે બુધવારે આ નિવેદન બહાર પાડયું હતું.
H-1B વિઝા શું છે?
H-1B વિઝા એ નોન-ઈમિગ્રન્ટ વિઝા છે. તે સામાન્ય રીતે એવા લોકોને આપવામાં આવે છે જેઓ અમેરિકામાં કામ કરવા જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એચ-1બી વિઝા એવા કુશળ કર્મચારીઓને રાખવા માટે આપવામાં આવે છે જેમના કામની અમેરિકન કંપનીઓને જરૂર હોય છે. આ પછી ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. આ વિઝાની માન્યતા છ વર્ષની છે. ભારતીય આઇટી પ્રોફેશનલ્સ આ વિઝા સૌથી વધુ મેળવે છે.
ભારતીય-અમેરિકનો વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે બુધવારે એક દૈનિક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આ સમય દરમિયાન, તેમણે કહ્યું કે, અમે H-1B વિઝા, ગ્રીન કાર્ડ બેકલોગ પ્રક્રિયાને સુધારવા માટે પગલાં લીધાં છે. વાસ્તવમાં, તેમને ભારતીય-અમેરિકન લોકોના એક વર્ગમાં ફેલાયેલી લાગણી વિશે પૂછવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ બિડેન કાયદેસર ઇમિગ્રન્ટ્સની સમસ્યાઓના ઉકેલ માટે એટલા પ્રયત્નો નથી કરી રહ્યા જેટલા તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે કરી રહ્યા છે.
વ્હાઈટ હાઉસે કહીં આ વાત
વ્હાઈટ હાઉસ પ્રવક્તા પિયરે આગળ જણાવ્યું કે, ઉદાહરણ તરીકે અમેરિકી હોમલેન્ડ સુરક્ષા વિભાગે ગત મહિને H-1B વીઝા સાથે નવા નિયમ પ્રસિદ્ધ કર્યા છે. આ ફેરફાર છેતરપિંડી અને અન્ય બાબતોથી રક્ષણ પૂરું પાડે છે. તેમજ આ બદલાવ નિષ્પક્ષ અને વધુ ન્યાયસંગત પરિણામોમાં વધારો કરે છે. ઈમિગ્રેશનમાં સુધાર માટે પોતાનું કામ યથાવત્ રાખશે. આ અમારી પ્રાથમિકતા રહી છે. તેમને કહ્યું કે વહીવટી તંત્ર આને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યું છે. અને આ વીઝા પ્રક્રિયામાં સુધાર માટે તમામ પ્રયાસ ચાલુ રાખશે.


