જાણીતા એફ. એમ. રેડિયો રેડ એફ. એમ. તરફથી આર. કે. ગ્રુપના નવનિર્મિત કોર્પોરેટ હાઉસ આર. કે. સુપ્રિમ પ્રોજેક્ટને બેસ્ટ પ્રોજેક્ટ તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કોમર્શિયલ કમ્પ્લિટ પ્રોજેક્ટ કેટેગરીનો આ એવોર્ડ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વિખ્યાત મોટિવેશનલ વક્તા પૂજ્ય શ્રી જ્ઞાન વત્સલ સ્વામીના વરદ હસ્તે અને યુનિટી સિમેન્ટ કંપનીના ચેરમેન શ્રી મગનભાઈ ચોવટિયાના સાંનિધ્યમાં અર્પણ થતા આ સન્માન અને એવોર્ડને આર. કે. ગ્રુપના વડા શ્રીસર્વાનંદ સોનવાણી તથા તેઓની ટીમે સ્વીકાર્યો હતો. તસવીરમાં શ્રી સર્વાનંદ સોનવાણી સાથે શ્રી કમલ સોનવાણી, શ્રી ગૌરવ સોનવાણી, શ્રી રાજેન્દ્ર સોનવાણી અને શ્રી વિશાલ સોનવાણી દૃશ્યમાન થાય છે.