- નડિયાદમાં મકાન ધરાશાયી થતા લોકો દટાયા
- સુલતાન પાર્કમાં ધરાશાયી થયું મકાન
- સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી ચાલુ
નડિયાદમાં આજે બપોરના સમયે મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી,જેમાં મકાન ધરાશાયી થતા કેટલાંક લોકો અંદર દટાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,ઘટનાની જાણ થતા ફાયરવિભાગ,પોલીસ તેમજ તંત્ર ઘટના સ્થળે પહોચી ગયું હતુ,અને રેસ્કયુની કામગીરી હાથધરી હતી,તો બીજી તરફ કોઈ મોતના સમાચાર હજી સામે આવ્યા નથી.
મકાન હજી બની રહ્યું હતું
નડિયાદના સુલતાન પાર્કમાં આજે બપોરના સમયે બની રહેલું મકાન અચાનક ધરાશાયી થતા દોડધામ મચી હતી,પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરવામાં આવે તો આ મકાનની અંદર કેટલાક લોકો દટાયા હોવાની માહિતી ફાયર વિભાગને મળતા ફાયર વિભાગ દ્રારા રેસ્કયું કામગીરી હાથધરવામાં આવી છે,હજી સુધી કોઈને જાનહાનિ થઈ નથી,તો ફાયરવિભાગ દ્રારા હાલ રેસ્કયું ચાલું હોવાથી કોઈનું મોત છે કે નહી તેની પણ વિગતો પ્રાપ્ત થઈ નથી.કઈ રીતે મકાન ધરાશાયી થયું તેને લઈ પોલીસે આસપાસના સ્થાનિકોને પૂછપરછ હાથધરી છે,તો મકાન બનીને તૈયાર થઈ ગયું હતુ,થોડુ કન્ટ્રકસ્શન બાકી હતું,તેને લઈને કામગીરી ચાલતી હતી.
ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા
સમગ્ર ઘટનાની વાત કરવમાં આવે તો 3 થી 4 લોકો આ મકાન પડયું તેમાં દટાયા છે,તો બે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.તંત્ર દ્રારા JCB મશીનથી કાટમાળ દૂર કરવાની કામગીરી કરાઈ રહી છે. તો બીજી તરફ જેનું મકાન હતું તેની પોલીસે પૂછપરછ હાથધરી છે.


