સભા કે જ્યા અન્ય કોઇ જગ્યાએ લોકસંપર્કમાં જાય એ પહેલા તો કાફલો ત્યાં પહોંચી જાય
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ હવે જ્વાળામુખી બનીને ફાટી રહ્યો છે. કોઇ કાળે રૂપાલા જોઇએ જ નહીં, ઉમેદવારમાંથી તેની હકાલપટ્ટી કરવાની માગણી સાથે રાજપૂત સહિત સમગ્ર ક્ષત્રિય સમાજ એક જૂથ થઇને મેદાનમાં ઉતર્યુ છે ત્યાંરે પરષોતમ રૂપાલાએ તેમની સાથે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેવી ભીતિ વ્યક્ત કરતા તે જ્યા પણ જાય ત્યા તેમના કાફલા સાથે અને એ ઉપરાંત તેમના નિવાસસ્થાને હથિયારધારી પોલીસ બંદોબસ્ત વધારી દેવામા આવ્યો હોવાનું જાણવા મળે છે. એટલુ જ નહીં રૂપાલા કોઇ સભામાં, લોકસંપર્કમાં કે અન્ય કોઇ મુલાકાત, મિટિંગમાં જાય એ પહેલા તો પોલીસ સ્ટાફ ત્યા મોકલી દેવામા આવે છે.


