શહેર કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત ન હોય પૂર્વ કોર્પોરેટર પ્રશ્ન પુછતા ઈન્દ્રનીલે કહ્યું બેસવું હોય તો બેસો નહીતર બહાર નીકળી જાવ : સોરાણી સહિતના નેતાઓ બેઠક છોડી ચાલ્યા ગયા
લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે ત્યારે આજે રેસકોર્ષ પાસે કોંગ્રેસ કાર્યાલય ખાતે એક બેઠક બોલાવવામાં આવી છે તેવો ફોન શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ના નામે કરવામાં આવ્યો હતો જેને અનુલક્ષીને પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણી સહીત 15 જેટલા આગેવાનો બેઠકમાં ગયા હતા જયા શહેર કોંગ્રેસના બીજા કોઈ નેતા નહીં દેખાતા પ્રવીણ સોરાણીએ શહેર કોંગ્રેસ પ્રમુખ ને પુછતા તેના બદલે ઈન્દ્રીલે જવાબ આપ્યો અને કહ્યું કે મીટીગ મે બોલાવી છે તમારે બેસવું હોય તો બેસો નહીતર ચાલ્યા જાવ તેમ કહેતા પ્રવીણ સોરાણી સહીત 15 લોકો મીટીંગ છોડી ને ચાલ્યા ગયા હતા.
પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ જણાવ્યું હતું કે આજે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે એક મીટીગ બોલાવામાં આવી હતી જેમાં પૂર્વ મેયર અશોક ડાંગર,ગાયત્રીબા વાધેલા,ડો.હેમાગ વસાવડા,મહેશ રાજપૂત,ગોપાલ અનડકકટ સહીતના આગેવાનો બેઠકમાં જોવા નહીં મળતા પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ને પુછતા તેના બદલે ઈન્દ્રનીલ રાજ્યગુરૂ એ એવો જવાબ આપ્યો કે આ મીટીંગ મે બોલાવી છે આ બાબતે પ્રવીણ સોરાણી અને ઈન્દ્રનીલ વચ્ચે શાબ્દિક ટપાટપી થતા ઈન્દ્રનીલ રાજયગુરૂ એ એમ કહ્યું કે બેઠકમાં બેસવું હોય તો બેસો નહીતર ચાલ્યા જાવ એમ કહેતા પ્રવીણ સોરાણી,સુરેશ બથવાર,રણજીત મુધવા, ઘનશ્યામ જાડેજા તથા વિવિધ વોર્ડના પ્રમુખ અને સેલના આગેવાનો મળીને 15 થી વધુ આગેવાનો બેઠક છોડીને ચાલ્યા ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે આજથી 15 દિવસ પહેલા ઈન્દ્રનીલ રાજયગુરૂને ટીકીટ ન મળે તે માટે અશોક ડાંગર, હેમાંગ વસાવડા,ગોપાલ અનડકકટ સહીતના લોકોએ ટીકીટ માટે વિરોધ કરતા આ બેઠકમાં બોલાવવામાં આવ્યા ન હતા તેમ કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.


