- 8થી 20 એપ્રિલ દરમિયાન પરીક્ષા ગોઠવવા શિક્ષણ બોર્ડની સૂચના
- દીવાન બલ્લુભાઈ સ્કૂલના વાલીઓની તારીખમાં ફેરફાર કરવા રજૂઆત
- ઈદના દિવસે પરીક્ષા ગોઠવાતાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે
અમદાવાદ શહેરની કેટલીક સ્કૂલો દ્વારા ઈદના દિવસે જ ધોરણ.9 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા ગોઠવી હોવાની વિગતો સામે આવી છે. ઈદના દિવસે પરીક્ષા ગોઠવાતાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલડીની દિવાન બલ્લુભાઈ સ્કૂલ દ્વારા 11મી એપ્રિલના રોજ પરીક્ષા ગોઠવી દોવાથી કાર્યક્રમમાં ફેરફાર કરવા વાલીઓ દ્વારા લેખીતમાં રજૂઆત પણ કરવામાં આવી છે. વાલીઓના જણાવ્યાં મુજબ સ્કૂલ દ્વારા હજુ સુધી અમને તારીખમાં કોઈ ફેરફાર કર્યો હોવાની જાણ કરવામાં આવી નથી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા જાહેર કરેલા શૈક્ષણિક કેલેન્ડરમાં સ્કૂલોને ધોરણ.9 અને 11ની વાર્ષિક પરીક્ષા તા.8થી 20 એપ્રિલ-2024 દરમિયાન યોજવાની સુચના આપવામાં આવેલી છે. આ સમયગાળા દરમિયાન શાળાઓ પોતાની રીતે કાર્યક્રમ સમય નક્કી કરી પરીક્ષા લેવાની હોય છે. બીજી તરફ આ વખતે 10 અથવા 11મી એપ્રિલના રોજ મુસ્લિમ ધર્મનો ઈદનો તહેવાર છે. આ સમયગાળા દરમિયાન જ કેટલીક સ્કૂલોએ વાર્ષિક પરીક્ષાનું આયોજન કર્યું હોવાની વિગતો સામે આવી છે. દિવાન બલ્લુભાઈ સ્કૂલના વાલીઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, તા.10થી 13 એપ્રિલ દરમિયાન રજા આપવામાં આવે. એ સિવાયના દિવસોમાં પરીક્ષા ગોઠવાય તો વિદ્યાર્થીઓ તહેવારની ઉજવણી અને પરીક્ષાની તૈયાર બંન્ને સારી રીતે કરી શકે.


