- જામનગરના જામસાહેબનો વધુ એક પત્ર સામે આવ્યો
- વડાપ્રધાન મોદીજીને સંબોધીને તેમણે પત્ર લખ્યો
- ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપવી જોઈએ: જામસાહેબ
જામનગરના જામસાહેબના બીજા દિવસે પરશોત્તમ રૂપાલા મામલે કુણા પડ્યા છે. જેમાં જામનગરના જામસાહેબનો વધુ એક પત્ર સામે આવ્યો છે. શત્રુશલ્યજીએ PM મોદીને સંબોધી પત્ર લખ્યો છે. તેમાં રૂપાલાએ માફી માગવી જોઈએનો પત્રમાં ઉલ્લેખ છે. તેમજ જણાવ્યું છે કે ક્ષત્રિયોના પ્રમુખ, ધર્મગુરુઓ સમક્ષ માફી માંગવી જોઈએ. ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપવી જોઈએ.
જામસાહેબ શત્રુશલ્યજીએ ફરી આજે એક લેટર લખ્યો
જામનગરના જામસાહેબ શત્રુશલ્યજીએ ફરી આજે એક લેટર લખ્યો છે. જેમાં વડાપ્રધાન મોદીજીને સંબોધીને તેમણે પત્ર લખ્યો છે. જામસાહેબના પત્રમાં જણાવ્યુ્ં છે PM મોદીએ દેશને સમૃદ્ધ બનાવ્યો છે. વડાપ્રધાને ભારત દેશનું નામ વધાર્યું છે. રૂપાલા નિવેદન અંગે તેમણે જણાવ્યું કે ક્ષત્રિય સમાજના પ્રમુખ, આગેવાન, અને ધર્મગુરુની સામે તેઓએ માફી માંગવી જોઈએ અને સમાજ દ્વારા તેમને માફી આપવી જોઈએ. વડાપ્રધાન મોદીએ દેશને સમૃદ્ધ, વિકસિત અને સંસ્કૃતિમા ભારત દેશનું નામ વધાર્યું છે તે ધ્યાને લઈ સમાજ આગળ આવે.


