- પાકિસ્તાનના પંજાબ પ્રાતના સીએમ મરિયમ નવાઝ પોલીસ ડ્રેસ અને ટોપી પહેરતા વિવાદ
- સીએમ સામે કોર્ટમાં અરજી દાખલ કરાવી કાર્યવાહી કરવા વિનંતી કરાઈ
- આખી ઘટનાને લઈ પોલીસકર્મીઓનું મનોબળ વધતા લોકોએ ઉજવણી કરી
પાડોશી દેશ પાકિસ્તાનની એક કોર્ટમાં ગુરુવારે એક અરજી દાખલ થઈ હતી. જેમાં પંજાબ પ્રાંતના પોલીસ યુનિફોર્મ અને ટોપી પહેરી કથિત રીતે દેશના કાયદાનો છડેચોક ઉલ્લંઘન માટે પંજાબની પ્રથમ મહિલા સીએમ મરિયમ નવાઝ વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધવા અરજી આપવામાં આવી હતી. ગુરુવારે પોલીસ ટ્રેનિંગ કૉલેજમાં પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો હતો અને બાદ પ્રવક્તા આફતાબ અહમદ બાઝવાએ લાહોરની એક સેશન્સ કોર્ટમાં અરજી આપી હતી.
કોર્ટમાં અરજદારનું નિવેદન
પોલીસ પ્રવક્તા આફતાબ અહમદ બાઝવાએ કહ્યું કે મરિયમે પરેડનું નિરીક્ષણ કરતા પંજાબ પોલીસનો યુનિફોર્મ અને ટોપી પહેરી હતી. અરજદારે કહ્યું કે કાયદાપ્રમાણે કોઈપણ નાગરિક સૈન્ય અથવા પોલીસ જેવી સંસ્થાઓનો યુનિફોર્મ પહેરી ન શકે.
સમગ્ર મામલો પંજાબ પોલીસનું નિવેદન
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સીએમ મરિયમ નવાઝના પોલીસ યુનિફોર્મમાં ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ દરમ્યાન પોલીસે જણાવ્યું કે પંજાબ પોલીસ ડ્રેસ નિયમ પ્રમાણે પંજાબના સીએમને યુનિફોર્મ પહેરવાનો અધિકાર છે. પોલીસકર્મીઓએ આ પગલાંનું સ્વાગત કર્યું અને આને એકતાનું પ્રતીક માન્યું છે. સેંકડો પોલીસકર્મીઓના આ અંગે મેસેજ મળ્યા છે. જેમાં પોલીસકર્મીઓએ આ પગલાના વખાણ કર્યા છે. મહિલા પોલીસ અધિકારીઓએ આ ઘટનાની ઉજવણી કરી હતી અને યુનિફોર્મમાં મેડમ સીએમની જુદીજુદી ઈમેજ શેર્સ કરી હતી.
ઘટનાને લઈ પોલીસકર્મીઓનું મનોબળ વધ્યું
કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે સીએમ મરિયમ નવાઝે પોલીસની વરદી પહેરવાથી પોલીસકર્મીઓનું મનોબળ વધ્યું છે અને તેમને પોતાના કામ પ્રત્યે ગૌરવ થાય છે. આ ઘટનાને મહિલા સશક્તિકરણનાં સંદેશના રૂમમાં જોવામાં આવી રહ્યું છે.


