- કોંગ્રેસના નેતાઓ મારી સાથે રથમાં બેસવા તૈયાર ન હતા : નિલેશ કુંભાણી
- કોના ઈશારે નેતાઓએ મારા ઘર પર વિરોધ કર્યો : નિલેશ કુંભાણી
- હું છેલ્લે સુધી મોવડી મંડળના સંપર્કમાં હતો : નિલેશ કુંભાણી
ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે,જેમાં સુરતના રાજનેતા એવા નિલેશ કુંભાણી છ દિવસ બાદ વિડીયો વાયરલ કરીને મિડીયા સામે આવ્યા છે,જે વિડીયો વાયરલ કર્યો છે તેમાં તેમણે કોગ્રેસ નેતા,પ્રતાપ દૂધાત સામે આક્ષેપ કર્યા છે,કુંભાણીએ કહ્યું કે ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરવા માટે જવાનો હતો.મને કોગ્રેસના નેતાઓ બુથની માહિતી પણ આપતા ન હતા,પ્રતાપ દુધાત મારો ફોન ઉપાડતા ન હતા,હું કોંગ્રેસ નો સૈનિક છું અને રહેવાનો છું.હુ કોગ્રેસના મોટા નેતાઓના સંપર્કમાં હતો પણ મારી વાત કોઈએ માની ન હતી.તો એક પણ નેતાઓ મારા પ્રચારમાં કે સભામાં આવ્યા ન હતા.
કુંભાણીના કોંગ્રેસ પર આક્ષેપ
આ ઉપરાંત નિલેશ કુંભાણીએ પ્રતાપ દૂતાતને આડે હાથ લઈને કહ્યું હતું કે, ‘દૂધાત મારો ફોન ઉપાડતા ન હતા. ફોર્મ ભરતા સમયે દૂધાત હાજર રહ્યા ન હતા.’ કોંગ્રેસ નેતા પર આક્ષેપ કરતા નિલેશ કુંભાણીએ ક્હ્યું હતું કે, ‘કોંગ્રેસના નેતાઓ મારી સાથે રથમાં બેસવા તૈયાર ન હતા. બુથની માહિતી પણ કોંગ્રેસના નેતા આપતા ન હતા.’ આ સિવાય કુંભાણીએ જણાવ્યું હતું કે ‘જે અત્યારે વિરોધ કરે છે એ પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા અને અમારી સભામાં કે ડોર ટુ ડોર પ્રચારમાં આગેવાન અમારી સાથે આવ્યા ન હતા.’
હું એકલો પ્રચાર કરતો હતો : કુંભાણી
કોંગ્રેસના આગેવાનો પર આકરા પ્રહાર કરતા કુંભાણીએ વીડિયોમાં જણાવ્યું હતું કે, ‘લોકસભા ચૂંટણી માટે મને એકલો મુકી દીધો હતો અને હું એકલો જ પ્રચાર કરતો હતો. અત્યારે જે આગેવાનો વિરોધ કરે છે તે ફુટી ગયા હતા. 2017માં મારી ટિકિટ આવી અને કપાય ગઈ ત્યારે ભાજપમાંથી મને ઓફર હતી કે ભાજપમાં જોડાઈ જાવ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસના વિરોધમાં નિવેદન આપો, તેમ છતાં મેં કોંગ્રેસ પાર્ટીને નુકસાની જાય તેવું નિવેદન આપ્યું ન હતું.સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદથી નિલેશ કુંભાણી ચર્ચાના કેન્દ્રમાં છે અને કોંગ્રેસના જ કાર્યકરો અને નેતાઓ તેમનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે એક વીડિયો જાહેર કરીને નિલેશ કુંભાણી અચાનક પ્રગટ થયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસથી નિલેશ કુંભાણી એકાએક ગાયબ થયા હતા અને તેનો કોઈ સંપર્ક થયો હતો.
નિલેશ કુંભાણીનો વિરોધ યથાવત
સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કૉંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોધાવ્યો હતો.જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. જો કે નિલેશ કુંભાણીના ઘરે તાળું જોવા મળ્યું હતું. હાલમાં નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા હોવાની માહિતી મળી રહી છે.
કુંભાણી ભાજપમાં જોડાય તેવી શકયતા
સુરતમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા નિલેશ કુંભાણી ભાજપમાં સામેલ થાય તેવી ચર્ચા છે. આ સપ્તાહના અંતમાં કે ત્યારબાદ નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. કુંભાણીને આવકારવા ભાજપની તૈયારી પૂર્ણ થઈ છે. સુરત લોકસભા બેઠક પર બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું અને જે બાદ અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતું. જેથી સુરત બેઠક પર ઈતિહાસ રચાયો હતો અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા હતા.
સુરતમાં પ્રતાપ દુધાત રહેશે કાં તો કુંભાણી : કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાત
અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવીને કહ્યું હતું કે, હું છેલ્લાં શ્વાસ સુધી નિલેશ કુંભાણીને છોડવાનો નથી. હવે સુરતમાં કાં તો એ રહેશે કાં તો હું રહીશ. તેણે જ્યાં છુપાવું હોય છુપાઈ જાય. સી.આર.પાટીલના ઘરે જતા રહેવું હોય તો જતા રહે. હું સ્મશાન સુધી તેનો પીછો કરીશ. નિલેશ કુંભાણીએ પીઠમાં ખંજર માર્યું છે અને કુંભાણીના કારણે જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે. જો નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેનો વિરોધ થશે.
અગાઉ કોંગ્રેસ કાર્યકરો કુંભાણીના ઘરે દેખાવ કર્યો હતો
અગાઉ કોંગ્રેસના કેટલાક કાર્યકરો નિલેશ કુંભાણીના સુરત ખાતેના ઘરે પહોંચીને ‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’ તેવા બેનર લઈને દેખાવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરત લોકસભામાં કોંગ્રેસે નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ત્યારબાદ નાટકીય રીતે નિલેશ કુંભાનીના ટેકેદાર ગાયબ થઈ ગયા હતા. જેને કારણે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. ત્યારબાદ ગણતરીના કલાકોમાં અન્ય આઠ ઉમેદવારોએ પણ પોતાનો ફોર્મ પર ખેંચી લેતા અને ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.


