- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક વિવાદિત નિવેદન આવ્યું સામે
- રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ વિશે કરી ટિપ્પણી
- રાહુલના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક વિવાદિત નિવેદન વાયરલ થયું છે, જેમાં તેઓ રાજા-મહારાજાઓ વિશે ટિપ્પણી કરતા જોવા મળે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પહેલાં રાજા-રજવાડાનું શાસન હતું અને તેઓ જે ઇચ્છતા તે કરતા અને આદિવાસીઓ, દલિતો અને અન્ય પછાત વર્ગને અધિકારો મળતા ન હતા. તેમના આ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં રાહુલ ગાંધી કહેતા જોવા મળે છે કે, રાજાઓ-મહારાજાઓનું રાજ હતું, જે તેઓ ઈચ્છતા હતા તે કરતા હતા. કોઈની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઇ જતા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. રાહુલ ગાંધીના રાજા-રજવાડાનું શાસનને લઇ કરેલી ટિપ્પણી પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ શાબ્દિક પ્રહારો કર્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વીડિયોને લઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. હર્ષ સંધવીએ ટ્વિટ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, કોંગ્રેસના યુવરાજ ભૂલી ગયા કે રાજા-મહારાજાઓએ દેશને રજવાડાં અર્પણ કર્યાં. જે ઈચ્છા થઈ એ કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું છે.


