- ગુજરાત કોલેજ પાસે ફલેટમાં આગ લાગતા મચી અફરાતફરી
- ફસાયેલા લોકોને ફાયરવિભાગે કાઢયા બહાર
- કઈ રીતે આગ લાગી તેનુ કારણ અકબંધ
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં બપોરના સમયે મધુવન ફલેટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી,ફલેટના ચોથા માળે આગ લાગતા ફાયર વિભાગની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી,મહત્વનું છે કે,આ આગમાં હજી કોઈ જાનહાનિના સમાચાર નથી.
આગ લાગવાનુ કારણ અકબંધ
ફાયર વિભાગને એક કોલ આવે છે અને કોલમાં કોલર જણાવે છે કે,મધુવન ફલેટમાં આગ લાગી છે,તેને લઈ ફાયરવિભાગ 12 ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયુ હતુ,અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી,આ ઘટનામાં જે લોકો ફલેટમાં ફસાયા હતા તે તમામ લોકોને રેસ્કયુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.ગુજરાત કોલેજ પાસે આ મધુવન ફલેટ આવેલો છે.ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે.
આગને કાબુમા લેવાઈ રહી છે
ફાયર વિભાગ દ્વારા આગને કાબુમા લેવાઈ રહી છે,આ સમગ્ર ઘટનાને લઈ ગુજરાત કોલેજના રોડને કોર્ડન કરી દેવામાં આવ્યો છે,જે પણ લોકો ઘરમાં ફસાયેલા છે તે તમામ લોકોને રેસ્કયુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યાં છે,ફાયર વિભાગનુ અનુમાન છે કે,હજી પણ ફલેટમાં કેટલાક લોકો ફસાયેલા હોઈ શકે છે.80 વર્ષના એક વૃદ્ધને પણ ફાયર વિભાગે બચાવ્યા છે.તો ફલેટના સ્થાનિકોએ ફાયર વિભાગનો આભાર માન્યો છે.
સવારે પોરબંદરના એક ફલેટમાં લાગી હતી આગ
પોરબંદર શહેરના ફલેમિંગો એપાર્ટમેન્ટમાં આગની ઘટના બની હતી. આગની ઘટના બનતા અફરાતરફીનો માહોલ વહેલી સવારે જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી અને પાણી મારો ચાલવી આગને કાબૂમાં કરી હતી. આગ ક્યા કારણોસર લાગી તે અંગેની કોઇ વિગત બહાર આવી નથી.આગમાં એસી અને ઘરનો કેટલોક માલસમાન બળીને ખાખ થઇ ગયો હતો. આગ કયા કારણોસર લગી તે અંગેની કોઇ વિગત બહાર આવી નથી. સવારના સમયે આગની ઘટના બનતા ફલેમીંગો એપાર્ટેમન્ટના લોકો એકત્રિત થયા હતા. આગને સમયસર કાબૂમાં કરી લેવામાં આવતા ઘરવખરીને ઓછું નુકશાન થયું હતું.
આગ લાગે તો પહેલા આટલું કરો
ઘર કે ફ્લેટમાં આગ લાગે તો સૌથી પહેલાં 101 પર ફોન કરો અને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરો. તમે ઇમર્જન્સી નંબર 112 પર પણ કૉલ કરી શકો છો. ગભરાટ વિના સ્પષ્ટ અવાજમાં સાચું સરનામું નોંધાવો.ઘરમાં આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ છે. ઓછી કિંમતના વાયર અને કેબલનો ઉપયોગ કરવાનું હંમેશા ટાળવું જોઈએ કારણ કે તે ઝડપથી ગરમ થાય છે. તેનાથી શોર્ટ સર્કિટનું જોખમ વધી શકે છે.વાયર ખરીદતી વખતે વ્યક્તિએ હંમેશા ISI માર્ક જોવો જોઈએ, જે વાયરની ગુણવત્તાની ચકાસણી કર્યા પછી જ સરકાર દ્વારા આપવામાં આવે છે.


