એક કલાક બાદ પાંચમાં માળે રસાથી ક્લિનરને નીચે ઉતારી રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બીમારી સબબ સારવાર લઇ રહેલા દર્દીએ ટ્રોમા સેન્ટરના ચોથા માળે ચડી ગયેલા માનસિક અસ્થિર યુવાને ગામ ગાંડું કર્યું હતું. આ બનાવના પગલે હોસ્પિટલમાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ તથા પોલીસ દોડી ગયો હતો. અને યુવાનને મહામહેનતે સહીસલામત નીચે ઉતારવામાં આવ્યો હતો. જો કે, રેસ્ક્યુ દરમિયાન ચાર પોલીસ કર્મચારી ઘવાયા હતા.
મળતી વિગત મુજબ સિવિલમાં ટ્રોમાં સેન્ટરમાં પાંચમાં માળે દાખલ રઘુ મોનાભાઈ (ઉ.વ.૩૦, રહે, નાની ધકામ, જામવાળા, એમ.પી.) દાખલ હોય આજે રાત્રે તે ગમે તે રીતે બારીમાંથી નીચે ચોથા માળે બહારના ભાગે પહોંચી ગયો હતો. તે ફસાયેલો નજરે પડતા ત્યાં હાજર લોકોએ તત્કાળ ફાયરબ્રીગેડને જાણ કરી હતી. આથી સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. યુવાન ચોથા માળે બહારની સાઈડ બારી પાસેથી પડી જાય તેવી શક્યતા હોવાથી પોલીસ ઉપરાંત ફાયર બ્રીગેડનાં સ્ટાફે તેને બચાવવા પ્રયત્નો શરૂ કર્યા હતાં. જે માટે પાંચમા માળેથી અગાશી મારફતે રસાથી ક્લિનર ભગવાનજીભાઈ ઝીંઝુવાડીયાને ઉતારવાની કવાયત શરૂ કરાઈ હતી. આ દરમિયાન કોઈએ રઘુનો હાથ પકડી લેતા ફાયર બ્રીગેડના સ્ટાફે તત્કાળ તેને બચાવી લીધો હતો. આશરે એકાદ કલાક જેટલો સમય યુવાનને બચાવતા લાગ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં.


