- પટનામાં ચાલતી 8 કંપનીઓમાં કરોડોના બિન હિસાબી ટ્રાન્જેક્શનો મળ્યા
- મોરબીમાં સિરામિક ટાઇલ્સના યુનિટમાં પણ તપાસ,ચૂટણી બાદ આઇટી એક્શનમાં આવી ગઇ
- IT દ્વારા પાંચ બેન્ક લોકરો અને જવેરાત જપ્ત કરાયું છે. રોકડ રકમ પણ જપ્ત કરાઇ છે
સુરતમાં એશ્વર્યા ગ્રુપના 12 સ્થળોએ આવકવેરા વિભાગે દરોડાની કામગીરી શરૂ કરતા કરચોરી કરનારામાં ફફડાટ ફેલાઇ ગયો છે. 100થી વધુ અધિકારીઓ દરોડાની કામગીરીમાં એસઆરપી બંદોબસ્ત સાથે છે. અંદાજે 500 કરોડના હિસાબી ગોટાળા મળી આવ્યા છે. પાંચ બેન્ક લોકરો અને જવેરાત જપ્ત કરાયું છે. રોકડ રકમ પણ જપ્ત કરાઇ છે. ચૂંટણી બાદ તુરત જ આવકેવરા વિભાગના અધિકારીઓ હરકતમાં આવી જતાં કરચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. તાજેતરમા સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસના અધિકારીઓ અંબાજીમાં ડી.કે.ત્રિવેદી મારબલમાં દરોડાની કાર્યવાહી હાથ ધરીને 20 કરોડની કરચોરી પકડી પાડી હોવાના અંદાજે છે. ત્યારે આવકવેરા વિભાગે સુરત અને મોરબીમાં 12 સ્થળે કંપનીના માલિકો અને ડિરેક્ટરોની ઓફિસ અને રહેઠાણે દરોડાની કાર્યવાહી કરીને મોટાપાયે વાધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. દરોડા દરમિયાન ડીજીટલ ડેટા પણ જપ્ત કરાય છે. એશ્વર્યા ગ્રપની કંપનીઓમાં અન્ય સહભાગી કંપનીઓ પણ પટનામાં બનાવેલી છે અને નફો નુકસાન અન્ય કંપનીઓમાં સરભર કરીને ટેકસની ચોરી કરાઇ રહી છે.
એશ્વર્યા ગ્રુપની આઠ કંપનીઓના હિસાબી ગોટાળા
બૈશુ ફાયનાન્સ, સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ. રાઇટસ્ટેપ ડિટેક્ટિવિટી એન્ડ ઇન્ટેલીજન્સ પ્રાઇવેટ લિમિટેડ, રાચી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ, કુલ્હારિયા એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ, અલ્ટકોન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ, સ્પેશકો એજીન્સી પ્રાઇવેટ લિમિટે,થ્રીલ ફાયનાન્સ એન્ડ ઇન્વેસ્ટેમેન્ટ લિમિટેડ. જી.કે.કોટન પ્રાઇવેટ લિમિટેડ. (પટના) એશ્વર્યા ગ્રૂપ ઓફ કંપનીના ડાયરેક્ટરો ગુનજીત નાયર,નિરજકુમાર નાયર , શાંતિ શર્મા.
સિરામિક યુનિટમાંથી હવાલા પાડયાના દસ્તાવેજો મળ્યા
આવકવેરાના દરોડામાં સિરામિક યુનિટમાંથી હવાલા પાડયા દસ્તાવેજો મળ્યા છે. એમઆરપી ઉપરની રકમના હિસાબો આંગડિયા પેઢી અને ફાયનાન્સરો પાસેથી જપ્ત કરવાની કામગીરી શરૂ કરાઇ છે. તૈયાર થયેલા માલની ડિલીવરી કેવી રીતે કરાઇ તેનુ ક્રોસ વેરિફિકેશન ચાલી રહ્યુ છે.


