પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીનગર થી ઉપડતી ટ્રેઈનોના સમયમાં આંશીક ફેરફાર કરવામા આવ્યો છે જેમાંગાંધીનગર કેપિટલ- વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ગાંધીનગરથી વર્તમાન સમય ૨૧:૫૫ કલાકના બદલે ૨૧:૪૫ કલાકે ઉપડીને, સુરેન્દ્રનગર ૦૦.૦૧ કલાકે, થાન ૦૦.૩૦ કલાકે, વાંકાનેર ૦૦.૫૮ કલાકે, રાજકોટ ૦૧.૪૫ કલાકે, ભક્તિનગર ૦૨.૧૦ કલાકે અને વેરાવળ ૦૫.૪૫ કલાકે પહોંચશે. તેવી રીતે ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઈન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગરથી તેના નિર્ધારિત સમય ૧૦:૩૫ કલાકના બદલે ૧૦:૩૦ કલાકે ઉપડશે.
અન્ય તમામ સ્ટેશનો પર આગમન અને પ્રસ્થાનનો સમયમાં કોઈ ફેરબદલ નથી. આ સાથે વેરાવળ-ગાંધીનગર સોમનાથ એક્સપ્રેસ વેરાવળથી તેના નિર્ધારિત સમયે ૨૧:૫૦ કલાકે ઉપડીને ભક્તિનગર ૦૦.૫૪ કલાકે, રાજકોટ ૦૧.૦૮ કલાકે, વાંકાનેર ૦૧.૫૦ કલાકે, થાન ૦૨.૧૪ કલાકે, સુરેન્દ્રનગર ૦૨.૫૪ કલાકે અને ગાંધીનગર ૦૫:૪૦ કલાકે પહોંચશે. જ્યારે વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ જૂનાગઢ ૨૩.૨૧ કલાકે અને રાજકોટ ૦૨.૧૦ કલાકે પહોંચશે.
તે સિવાય ઓખા-સોમનાથ એક્સપ્રેસમાં રાજકોટ ૦૦.૫૦ વાગ્યે અને ભક્તિનગર ૦૧.૨૫ વાગ્યે પહોંચશે. તે ઉપરાંત સોમનાથ-ઓખા એક્સપ્રેસ ૦૨.૧૧ કલાકે ભક્તિનગર અને ૦૨.૪૦ કલાકે રાજકોટ પહોંચશે. વેકેશન શરૂ થઈ ગયું છે ત્યારે ટ્રેનમાં પણ મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ રેલવે ડિવિઝનથી પસાર થતી છ જેટલી ટ્રેનોનો સમયગાળો ફેરવવામાં આવ્યો છે.


