- કૅન્સર સાથે સંકળાયેલ ઈટીઓનું પ્રમાણ વધુ હોવાનું કારણ દર્શાવી મસાલાનું વેચાણ રોકાયું
- સિંગાપુર, હોંગકોંગ અને નેપાળે બે ભારતીય મસાલાના વેચાણ પર પ્રતિબંધ મુક્યો
- બ્રિટને ભારતથી આયાત તમામ મસાલા પર સઘન તપાસ વધારી દીધી
સિંગાપુર, હોંગકોંગ પછી પાડોશી દેશ નેપાળે પણ કથિત ગુણવત્તા સંબંધિત ચિંતાઓને લઈ ભારતીય કંપનીઓના કેટલાક મસાલા ઉત્પાદનોની આયાત અને વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. નેપાળના ખાદ્ય ટેક્નોલૉજી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગ અનુસાર, આ બે ભારતીય મસાલા બ્રાન્ડસ ઉત્પાદનોને શંકાસ્પદ એથિલિન ઓક્સાઈડ અથવા ઈટીઓ વિકારને લીધે શુક્રવારથી પ્રતિબંધ મૂકી દીધો છે. જેથી આ પ્રતિબંધ હેઠળ સાંભર મસાલા પાવડર, મિક્સ મસાલા કરી પાઉડર અને ફીશ કરી મસાલ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
મસાલા પરત આપવા પાછળ આવું કારણ જણાવ્યું
ફૂડ ટેક્નોલૉજી અને ગુણવત્તા કંટ્રોલ વિભાગે શુક્રવારે જાહેર કરેલી નોટિસમાં જણાવ્યું કે આ ચાર ઉત્પાકદોમાં એથિલિન ઓક્સાઈડનું પ્રમાણ નક્કી કરેલા માપદંડ કરતાં વધુ જોવા મળ્યું છે. જેથી ખાદ્ય કાયદા 2027 બીએસ પ્રમાણે દેશની અંદર આવા ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. નોટિસમાં કહેવાયું કે અમારું ધ્યાન એવા મીડિયા અહેવાલો પર ગયું, જેમાં બજારમાં આ નિમ્ન ઉત્પાદનોના વેચાણ અને તેના ઉપયોગ માટે હાનિકારક હોવા અંગે જણાવ્યું છે. ખાદ્ય ગુણવત્તા નિયંત્રણ સર્વેલન્સ સંસ્થાએ આયાત થયેલા વેપારીઓ પાસેથી આ ઉત્પાદનને બપજારમાં પરત લેવા આગ્રહ કર્યો છે
સિંગાપુર અને હોંગકોંગે પણ પ્રતિબંધ મૂક્યો
ગત મહિને સિંગાપુર અને હોંગકોંગે કૅન્સર સાથે સંકળાયેલી કેટલીક ઈટીઓના શંકાસ્પદ સ્તરને ટાંકયા હતા. જેથી બે ભારતીય મસાલા બ્રાન્ડસનું વેચાણ રોકી દીધું હતું. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ બ્યૂરોએ ત્યારથી દેશમાં જુદાદુજી બ્રાંડના મસાલાની ગુણવત્તા તપાસવા માટે નક્કર પગલાં ઉઠાવ્યા છે. જ્યારે બ્રિટને ભારતથી આયાત કરાયેલા તમામ મસાલા પર પહેરો બેસાડી દીધો છે અને આયાતની તપાસ વધારી દીધી છે. બ્રિટનના ખાદ્ય ડાયરેક્ટરે જણાવ્યું કે તેને ભારતથી આયાત તમામ મસાલા પર વધારાના નિયંત્રણો લાદી દીધા છે.


