- ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન
- રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર બેલ-212 પ્રકારનું અમેરિકન કંપનીનું હોવાનો ખુલાસો
- હેલિકોપ્ટર બેલ 212 અગાઉ ઘણા અકસ્માતોનો ભોગ બની ચુક્યું છે
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર ક્રેશ થતા તેને લઈ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. જે હેલિકોપ્ટરમાં તેઓ સવાર હતા તે હેલિકોપ્ટર અમેરિકાનું હોવાનું સામે આવ્યું છે. બેલ-212 હેલિકોપ્ટર હોવાનો ખુલાસો થયો છે. આ બેલ-212 હેલિકોપ્ટર વર્ષ-1960ના દાયકાનું હતું. જેને અમેરિકાની બેલ ટેક્સટ્રોન ઈંકે બનાવ્યું હતું. બેલ-212 હેલિકોપ્ટર કંપનીના આઈકોનિક મોડલમાંનું એક હતું.
સૈન્ય વિશ્લેષકના જણાવ્યા પ્રમાણે ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ કદાચ બેલ-212 હેલિકોપ્ટરમાં જ યાત્રા કરી રહ્યા હતા. જેનું સંચાલન 1960ના દાયકના અંતમાં શરૂ થયું હતું. જ્યારે એક એજન્સીનો દાવો છે કે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી 15 સીટ ધરાવતા બેલ-212 હેલિકોપ્ટરમાં સવાર હતા. બેલ-212 એક મીડિયમ આકારનું બે એન્જિન ધરાવતું હેલિકોપ્ટર છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ સિવિલિયન અને કોમર્શિયલ તેમજ સેના માટે કરી શકાય છે. આ મીડિયમ સાઈઝનું હેલિકોપ્ટર છે. આમાં એક પાયલોટ તેમજ 14 લોકો આરામથી બેસી શકે છે. આ હેલિકોપ્ટરમાં બે જ બ્લેડ હોય છે. જેથી આને ટૂ બ્લેડ હેલિકોપ્ટર કહેવામાં આવી છે.
બેલ હેલિકોપ્ટરની નબળાઈ શું છે?
બેલ-212 હેલિકોપ્ટર પ્રથમવાર વર્ષ-1960ના દાયકામાં અસ્તિત્વમાં આવ્યું હતું. બેલ-212 હેલિરકોપ્ટર બેલ-205નું અપગ્રેડ વર્ઝન છે. આ હેલિકોપ્ટર પહેલાની સરખામણીમાં વધુ શક્તિશાળા અને વિશ્વનીય મનાયું છે. મજબૂત અને ભરોસો કરી શકાયનો દાવો છતાં બેલ-212 હેલિકોપ્ટર દુર્ભાગ્યથી ગત કેટલાક વર્ષોમાં ઘણી મહત્ત્વની દુર્ઘટનાઓ સામેલ રહી છે. વર્ષ-1997માં પણ બેલ-212 હેલિકોપ્ટર લુઈસિયાનાના તટ પર ક્રેશ થઈ ગયું હતું. જેમાં આઠ લોકોનાં મોત થયા હતા. આ ઉપરાંત વર્ષ-2009માં બેલ-212 હેલિકોપ્ટર કેનેડામાં ક્રેશ થયું જેમં 17થી 18 લોકોનાં મોત થઈ ચુક્યા હતા.
હેલિકોપ્ટરના સ્પેર પાર્ટસ ઘસાઈ ગયા હતા
હેલિકોપ્ટર ઘણું જૂનું હોવાથી તેના સ્પેર પાર્ટસ સાવ ઘસાઈ ચુક્યા હતા જેથી નવા સ્પેર પાર્ટસ મળવામાં સમસ્યા નડી રહી હતી. અમેરિયા વાયુ સેના નિવૃત્ત અધિકારીના જણાવ્યા પ્રમાણે હેલિકોપ્ટરનું ઉત્પાદન પહેલા અમેરિકા અને પછી કેનેડામાં કરાયું હતું. આને પ્રથમવાર વર્ષ-1976માં ઈરાનના શાહના શાસનમાં કોમર્શિયલ રૂપમાં રજૂ કરાયું હતું. જેથી ઈરાનીઓને સ્પેર પાર્ટસ મળવામાં ઘણી તકલીફ થઈ રહી હતી. અને વળી રવિવારે ખરાબ હવામાન આ અકસ્માતનું નિમિત્ત બન્યું.


