- પીપલોદ વિસ્તારમાં મોલ અને સિનેમા હોલ સીલ કર્યું
- ઇસ્કોન મોલ, વેલેન્ટાઇન સિનેમા હોલ સીલ
- ફાયર સેફ્ટી સહિતની બેદરકારીઓને લઇ કરાઇ કાર્યવાહી
રાજકોટમાં 28-28 લોકોનો ભોગ લેવાય બાદ આખરે રાજ્યભરમાં વહીવટી તંત્રને ફાયર સેફટીનું મહત્વ સમજાયું છે અને ફાયર સેફટી ન હોય તેવા એકમોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સુરત મહાનગરપાલિકા ને પણ લોકોના જીવનું મહત્વ સમજાયું છે અને વહીવટી તંત્ર કામે લાગ્યું છે. સુરતમાં આજે ફાયર સેફટી ન ધરાવતા અનેક એકમો સીલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ મોલ અને સિનેમા ઘર સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર સેફટી અને બીજી બેદરકારીઓના કારણે પાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે. તો જાણવા મળી રહ્યું છે કે ઇસ્કોન મોલ, વેલેંટાઈન સિનેમા સીલ કરવામાં આવ્યા છે.


