- ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા આઠ મહિનાથી યુદ્ધ યથાવત્
- ગાઝા પટ્ટીમાં આવેલી યુનોએ બનાવેલી સ્કૂલમાં હમાસના અડ્ડાને આઈડીએફે નિશાન બનાવ્યું
- ઈઝરાયલી સૈન્યએ આતંકવાદીઓનો સફાયો કરવામાં હુમલા વધારી દીધા
હમાસની એક સંસ્થાએ ઈઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 39 લોકો માર્યા ગયાની સૂચના આપી છે. પરંતુ આંકડાઓનો સ્ત્રોત નથી જણાવ્યો. જ્યારે પેલેસ્ટાઈન તરફથી મળતી માહિતી અનુસાર ઓછામાં ઓછા 32 લોકોનાં મોત થયા છે અને અન્ય ડઝન લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઈઝરાયલી સૈન્યએ જણાવ્યું કે લડાકુ વિમાનોએ પેલેસ્ટાઈનીઓને મદદ આપતી યુનોની એજન્સી દ્વારા સંચાલિત શાળા પર હુમલો કર્યો. ઈઝરાયલી સૈન્યએ દાવો કર્યો કે હમાસ અને ઈસ્લામિક જેહાદ સંગઠનોએ પોતાની ગતિવિધિઓ માટે સ્કૂલનો ઉપયોગ ઢાલના રૂપમાં કર્યો. જો કે સેનાએ તાત્કાલિક આનો કોઈ પુરાવો રજૂ નથી કર્યો.
સાવચેતીના પગલાં લેવાયા હતા
ઈઝરાયલી સૈન્યએ દાવો કર્યો હતો કે હુમલામાં નિર્દોષ નાગરિકોને નુકસાન પહોંચાડવાનું જોખમ ઓછું કરવા હુમલા કરતાં પહેલા ઘણા પગલાં લેવાયા હતા. જેમાં હવાઈ નિરીક્ષણ કરવાનું અને વધારાની ઈન્ટેલિજન્સ જાણકારી સામેલ છે.
યુદ્ધ કઈ રીતે શરૂ થયું
ગાઝા પટ્ટીના મધ્યમાં આવેલી પેલેસ્ટાઈન શરણાર્થીઓની શિબિર જે વર્ષ-1948થી આરબ-ઈઝરાયલ યુદ્ધના સમયથી છે. યુદ્ધનો પ્રારંભ ગત વર્ષે સાત ઑક્ટોબરે ઈઝરાયલ પર હમાસે હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 1200 લોકો માર્યા હતા. જ્યારે 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી સૈન્ય અભિયાનમાં ઓછામાં ઓછા 36 હજાર પેલેસ્ટાઈની લોકો માર્યા ગયા છે. જ્યારે ઈઝરાયલી કબ્જો ધરાવતા વેસ્ટ બેંકમાં સેંકડો અન્ય લોકોનાં મોત થયા છે.


