- પીએમ મોદીએ રવિવારે કેબિનેટ સાથે લીધા શપથ
- ટ્વિટર પર પોસ્ટ કરી પીએમ નરેન્દ્ર મોદીને પાઠવ્યા અભિનંદન
- ભૂટાન અને શ્રીલંકાથી પણ મળ્યા પીએમ મોદીને અભિનંદન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કેબિનેટની સાથે વડાપ્રધાન પદના શપથ લીધા. 4 જૂને જાહેર કરાયેલા લોકસભા ચૂંટણીના પરિણામો બાદથી એનડીએની જીત પર દેશ અને દુનિયા અભિનંદન આપી રહ્યા છે. આ સમયે પાડોશી દેશ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે પણ પીએમ મોદીને અભિનંદન આપ્યા છે. તેઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
PM મોદીને કોણે કોણે આપ્યા અભિનંદન
પીએમ મોદીએ સતત ત્રીજી વાર પીએમ પદના શપથ લઈને દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો રેકોર્ડની બરાબરી કરી છે. અત્યાર સુધી જવાહરલાલ નહેરુ જ એકમાત્ર પ્રધાનમંત્રી હતા જેઓ સતત 3 વખત સત્તામાં આવ્યા હતા.
મોદીના ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવાને લઈને દુનિયાભરના તમામ દેશના રાષ્ટ્રપ્રમુખોએ અભિનંદન આપ્યા હતા. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મ્દ મુઈજ્જુએ પણ અભિનંદન પાઠવ્યા કે પીએમ મોદી, બીજેપી અને એનડીએ 2024ની ચૂંટણીમાં સતત ત્રીજી વાર સફળ રહ્યા તે માટે અભિનંદન. તેઓએ કહ્યું કે હું બંને દેશની સમૃદ્ધિને માટે મળીને કામ કરવા ઉત્સુક છું. ઈટાલીની પીએમ જ્યોર્જિયા મેલોનીએ પણ પીએમ મોદીને અભિનંદન આપ્યા હતા અને કહ્યું કે નવી જીત અને સારા કામને માટે શુભકામનાઓ. નક્કી છે કે અમે ઈટાલી અને ભારતને એકસાથે કરનારી દોસ્તીને મજબૂત કરવા અને રાષ્ટ્રો અને લોકોની ભલામણની સાથે જોડાયેલા મુદ્દા પર કામ કરવાનું ચાલુ રાખીશું.
શું કહ્યું ભૂટાનના પીએમએ
ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબગેએ કહ્યું હતું કે ભારતની સાથેના સંબંધોને ગાઢ કરવાની ઇચ્છા છે. તેઓએ એમ પણ કહ્યું કે દુનિયાની સૌથી મોટી ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવવા માટે મારા મિત્ર પ્રધાનમંત્રી મોદી અને એનડીએને અભિનંદન. જે ભારતને નવી ઉંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પણ આપ્યા અભિનંદન
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પણ પીએમ મોદીને અભિનંદન આપતા કહ્યું કે એનડીએની જીતને પીએમ મોદીના નેતૃત્વમાં પ્રગતિ અને સમૃદ્ધિમાં ભારતીય લોકોના વિશ્વાસને દેખાડ્યો છે. સૌથી નજીકના દેશ શ્રીલંકા ભારતની સાથે ભાગીદારીને મજબૂત કરવા તત્પર છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપે 240 સીટ પર જીત મેળવી છે. તો એનડીએને 292 સીટ મળી છે. 2019ની તુલનામાં આ વખતે એનડીએને ઘણું નુકસાન થયું છે. ગત ચૂંટણીમાં એનડીએને 250થી વધુ સીટ મળી હતી. ત્યારે બીજેપીએ પોતાના દમ પર 303 સીટો મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ત્રીજી વાર પીએમ પદના શપથ લીધા છે. તેઓએ રાષ્ટ્રપતિ ભવનમાં નવી કેબિનેટ સાથે શપથ લીધા. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીની સંખ્યા 72 છે. તેમાંથી 30 કેબિનેટનો ભાગ બનશે અને 5 સ્વતંત્ર રીતે કાર્યભાર સંભાળશે. 36 સાંસદને રાજ્યમંત્રીનું પદ મળ્યું છે. મોદી કેબિનેટ 3.0માં અનેક એવા મંત્રીઓને સામેલ કરાયા છે જે મોદી સરકાર 2.0માં પણ મંત્રી રહ્યા છે.


