- લોકોએ જિનપિંગની ટીકા કરી તો ચીને આખરે મૌન તોડયું
- ભારત અને ચીનના સંબંધોમાં કડવાશ એની ચરમસીમાએ પહોંચી
- ચીનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને શુભકામના પાઠવવાનો સમય નથી
ભારત અને પાડોશી દેશ ચીનના સંબંધોમાં કડવાશ એટલી બધી છે કે નરેન્દ્ર મોદીને પીએમ પદની શપથ લીધા પછી પણ શી જિનપિંગે શુભકામના નથી પાઠવી. જ્યારે આ અંગે તમામ બાજુએ ટીકા થવા લાગી તો ચીન તરફથી મૌન તૂટયું. આ મુદ્દે વિશ્વ ભરની મીડિયામાં ચર્ચા થઈ રહી છે. નવ જૂને જ્યારે પીએમ મોદીએ શપથ લીધા તો તમામ દેશના નેતાઓએ શુભેચ્છા પાઠવી હતી.
હવે જયારે ટીકા થઈ તો ચીને જણાવ્યું કે જિનપિંગ ચીનના રાષ્ટ્રપતિ છે અને નરેન્દ્ર મોદીએ પીએમ પદની શપથ લીધી છે. એવામાં તેમના સમકક્ષ લી કિયાંગે મોદીને શુભેચ્છા આપી છે. ચીનની આ સ્પષ્ટતા પછી તો સોશિયલ મીડિયા પર જિનપિંગ વધુ ઘેરાયા હતા. લોકોએ એવા ઘણા સ્ક્રિન શોટ વાયરલ કર્યા જેમાં જિનપિંગે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ શપથ લેતા હોય ત્યારે શુભકામના પાઠવતા હોય.
આ નિયમ માત્ર ભારત માટે છે: યુઝર્સ
ઘણા યુઝર્સ સવાલ ઉઠાવ્યા હતા. એક યુઝર્સ પૂછ્યું કે શું પીએમને શુભકામના આપવાનો નિયમ માત્ર ભારતનો છે. થોડા મહિના અગાઉ જિનપિંગે બીજા પાડોશી દેશોના પ્રતિનિધિઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું કે ચીન અને ભારતના મહત્ત્વપૂર્ણ પાડોશી દેશ છે. ભારત-ચીનના મજબૂત સંબંધો બંને દેશોના નહીં સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને વિકાસ માટે જરૂરી છે. ચીન પાડોશીઓ સાથે સારા સંબંધો ઈચ્છે છે. ચીન દ્વીપક્ષીય સંબંધોને વધારવા ભારતની સાથે કામ કરવા ઈચ્છુક છે.
ચીનના વડાપ્રધાને પીએમ મોદીને શુભેચ્છા પાઠવી
નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બન્યા પછી ચીનના વડાપ્રધાન લી કિયાંગે મંગળવારે શુભકામના આપી હતી. લીને જણાવ્યું કે બેઈજિંગ દ્વીપક્ષીય સંબંધોને યોગ્ય દિશામાં વધારવા ભારતની સાથે કામ કરવા તૈયાર છે. ચીન અને ભારતના સંબંધો સ્થિર હોવા બંને દેશની ભલાઈ માટે જરૂરી છે. ત્યારબાદ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને લઈ સવાલ ઉઠાવ્યા હતા. લોકો સોશિયલ મીડિયા પર


